રાજયભરમાં હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના શખસને ઝડપી લેવાયો

  • January 25, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, સૌરાષ્ટ્ર્ર સહિત રાયભરમાં ગેરકાયદે હથિયાર સપ્લાય કરનાર અને છેલ્લા દશ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા મધ્યપ્રદેશના પ્રીતમસીંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના બડવાણી જિલ્લામાંથી ઝડપી લીધો હતો. આ શખસ સામે એટીએસ અને રાયના અલગ–અલગ જિલ્લાઓમાં હથિયાર અંગેના ગુના નોંધાયા છે. એટલું જ નહીં રાજકોટમાં મવડી કણકોટ રોડ પર વર્ષ ૨૦૧૫માં થઇ હતી.જેમાં હથિયાર સપ્લાય કરનાર તરીકે આ શખસનું નામ ખુલ્યું હતું. જેને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી ક્રાઈમ ડાે.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયાની રાહબરી હેઠળ શહેરમાં હત્યા, હત્યાની કોશિશના ગુનાઓના ભેદ ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમને સૂચના આપવામાં આવી હોય દરમિયાન પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ. એલ. ડામોરની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર, એમ.કે.મોવાલીયા તથા તેમની ટીમ તપાસમાં હતી તેવામાં એએસઆઇ જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારીને એવી સચોટ બાતમી મળી હતી કે, રાયભરમાં ગેરકાયદે હથિયાર સપ્લાય કરનાર હથિયારોનો મુખ્ય સપ્લાયર હાલ મધ્યપ્રદેશમાં છે. આ બાતમનીના આધારે રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશમાં પહોંચી હતી. અહીં બડવાણી જિલ્લામાંથી આરોપી પ્રીતમસિંગ નીમસીંગ ભાટીયા (ચીખલીગર)( ઉ.વ ૫૪ રહે. તલવાડી (સાલખેડા) તા. નાનાપુર. જિલ્લો અલીરાજપુર, મધ્ય પ્રદેશ) જે હાલ બડવાણી જિલ્લાના પાનસેમલ તાલુકાના ઓસવાડા ગામે રહેતો હોય તેને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પ્રિતમસિંગ સામે એટીએસ તેમજ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન, જુનાગઢના અલગ–અલગ પોલીસ સ્ટેશનમાં મળી હથિયારના છ ગુના નોંધાઈ ચૂકયા છે. રાજકોટમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં પણ હથિયાર સપ્લાય કરનાર તરીકે પ્રીતમસિંગનું નામ ખુલ્યું હતું. ઝડપાયેલા આરોપી છેલ્લા ૧૦ વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લેવામાં સફળતા મળી છે. આ શખસની પૂછતાછ દરમિયાન રાજકોટ રાયભરમાં ગેરકાયદે હથિયારના નેટવર્કની મહત્વની માહિતી મળવાની શકયતા સેવાઇ રહી છે

હાર્ડવેરના વેપારી રિપલ ચનીયારાની હત્યામાં હથિયાર પ્રીતમસીંગે આપ્યું'તું

રાજકોટમાં વર્ષ ૨૦૧૫માં અંબિકા ટાઉનશીપ પાસે રહેતા અને શિવમ ટૂલ્સ નામની હાર્ડવેરની દુકાન ધરાવનાર પટેલ વેપારી રિપલ ચનીયારાની ગોળી ધરબી મવડી કણકોટ રોડ પર હત્યા કરવામાં આવી હતી. જે હત્યા પ્રકરણમાં માલવીયાનગર પોલીસે તપાસ શ કરી હતી. દરમિયાન મુંજકા નજીક ક્રાઇસ્ટ કોલેજ પાસેથી વેપારીના મિત્ર અને ભાગીદાર એવા દર્શક માંકડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં તપાસમાં એવું ખુલ્યું હતું કે, દર્શકે પોતાના મિત્ર રિપલ ચનીયારાની ૨૦ લાખમાં સોપારી આપી હત્યા કરાવી હતી. બાદમાં પોતાને પોલીસ પકડશે તેવા ડરથી આપઘાત કરી લીધો હતો. દર્શકને રીપલની પત્ની સાથે સંબંધને લઈ આ હત્યા કરવામાં આવી હોવાનું જે તે સમયે સામે આવ્યું હતું. આ ચકચારી પ્રકરણમાં હથિયાર આપનાર તરીકે હાલમાં ઝડપાયેલા આરોપી પ્રીતમસિંગનું નામ ખુલ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application