૫૦ બોટલ કબ્જે : સાયલાથી દારુ મેળવ્યો : જામનગર નજીક અને સિકકામાં દારુ સાથે ૩ ઝબ્બે
જામનગર નજીક હાપા ક્રિષ્ના ટાઉનશીપમાં સાયલાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતની ના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને ૫૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે એક શખ્સ ની અટકાયત કરી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયો છે. આ ઉપરાંત રણજીતસાગર ડેમ, સિકકા અને જામનગર નજીક ૩ શખ્સો દારુની બાટલી સાથે ઝપટમાં આવ્યા હતા.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, રુષિરાજસિંહ વાળાને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર નજીક હાપામાં ક્રિષ્ના ટાઉનશિપ-૨ માં રહેતા વિજયસિંહ ભીખુભા જાડેજા દ્વારા સાયલાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને પોતાના ઘરમાં ઉતાર્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ૫૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ અને મોબાઈલ ફોન સહિત રૂપિયા ૨૫,૦૦૦ ની માલમતા કબજે કરી છે, અને દારુના ધંધાર્થી વિજયસિંહ ભીખુભા જાડેજાની અટકાયત કરી લીધી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરના અજય સિંહ ઉર્ફે મટકુ નામના શખ્સ મારફતે સાયલાથી આયાત કર્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે અજયસિંહને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત દડીયા ગામમાં રહેતા વિપુલ લાલા ધ્રુવને વ્હીસ્કી દારુના એક ચપલા સાથે રણજીતસાગર ડેમ પાસેથી પોલીસે પકડી લીધો હતો, જયારે મુંગણી ગામમાં રહેતા કિરીટસિંહ જેમલજી દેદાને મોટરસાયકલ નં. જીજે૧૦-ડીકયુ-૫૮૫૩માં ઇંગ્લીશ દારુની એક બોટલ લઇને સિકકાના શ્રીજી સોસાયટી પાસેથી પકડી લીધો હતો, બાકઇ, બોટલ અને એક મોબાઇલ મળી ૫૦૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો તેમજ દિગ્જામ મીલ પાછળ ગાયત્રીનગરમાં રહેતા દેવરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને ઇંગ્લીશ દારુની ૩ બોટલ સાથે પંચ-બી પોલીસે પકડી લીધો હતો.
***
વિદેશી દારૂના જથ્થા સાથે ભાટીયાનો શખ્સ ઝડપાયો: અન્ય એકની શોધખોળ
કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ ભાટીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન જગ્યામાં આવેલી પાણીની તૂટેલી પાઈપલાઈનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૬,૦૦૦ ની કિંમતની ૧૫ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ભાટિયા ગામના રહીશ વિશાલ હરેશભાઈ પાણખાણીયા નામના શખ્સને પોલીસે ઝડપી લઇ, તેની સામે ધોરણસર ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં યોગેશ હેમંતભાઈ પરમાર નામનો શખ્સ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech