દારૂની આઠ બોટલ સાથે ઝડપાયેલા શખસે સંતાડેલા વધુ ૮૮૪ ચપલા કાઢી આપ્યા

  • February 10, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી-ઉપલેટા નેશનલ હાઇવે નજીક થેલીમાં દારૂના ચપલા રાખી વેંચાણ કરતા હોટેલના ડ્રાઈવરને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો અને શખ્સની આકરી પુછપરછમાં ધોરાજી ભાદર નદીના કાંઠે ખોડીયાર મંદીર પાછળ કાંટાની વાળમા વધુ દારૂનો જથ્થો રાખ્યો હોવાની કબૂલાત આપતા શખસને સાથે રાખી જગ્યાની તલાસી લેતા પોલીસને વધુ ૮૮૪ દારૂનાના ચપલા કિંમત રૂ. ૧,૩૨,૦૦૦ના મળી આવતા કબ્જે કરી શખસ સામે કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોમાથી મળતી વિગત મુજબ ધોરાજી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.એચ.રાખોલીયા અને ટીમના હેડ કોન્સ.દિવ્યરાજસિંહ પઢીયાર, જગદીશ સુવાણ, કેવિન બોરખતરિયા, કોન્સ્ટેબલ ઈશીત માણાવદરીયા તથા ભવદીપસિંહ ગોહિલ સહિતના પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપલેટા રોડ પર વેલનાથ હોટલમાં કામ કરતો શખ્સ થેલીમાં ઇંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની ચોક્સસ બાતમી પોલીસ ટીમને મળી હતી જે બાતમીના આધારે તપાસ કરતા રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે ઉપર આવલી વેલનાથ હોટલ પાસે શખસ હાથમા થેલી લઈને ઉભો હતીઓ જે પોલીસવાન જોઈને હાથમા રહેલી થેલીનો ઘા કરી ભાગવા જતા તેને ઝડપી પાડ્યો હતો અને ઘા કરેલી થેલીની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીસ દારૂના ચપલા નંગ-૮ મળી આવતા શખ્સની અટકાયત કરી આકરી પુછપરછ કરવામાં આવતા પોતાનું નામ પરબત સરમણભાઈ કરમટા (ઉ.વ.૩૦- રહે. હાલ ધોરાજી વેલનાથ હોટલે મુળ તલસાડી,સુરત)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસની આગવી ઢબે કરાયેલી પુછપરછમાં વધુ દારૂ ધોરાજી ભાદર નદીના કાંઠે ખોડીયાર મંદીર પાછળ કાંટાની વાળમાં જાડી જાખરામાં સંતાડેલ હોવાનું જણાવતા શખ્સને સાથે રાખી જગ્યાની તલાસી લેવામાં આવી હતી જ્યાં ખાડામાં છુપાવેલા વધુ ૮૮૪ દારૂના ચપલા મળી આવતા જથ્થો કબ્જે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અંગેની પૂછપરછ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application