પ્રજાસત્તાક પર્વ એટલે કે 26 જાન્યુઆરી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલના કાફલામાં અજાણી કાર ઘૂસી ગઈ હતી. અમદાવાદમાં બોપલ રિંગ રોડ પાસે આ બનાવ બન્યો છે. બોપલ જાહેર કાર્યક્રમમાંથી ભપેન્દ્ર પટેલ પરત ફરતા હતા ત્યારે તેના કોન્વોયમાં અજાણી કાર ઘૂસી ગઈ હતી. મુખ્યમંત્રી પસાર થવાના હોય તે પહેલાં બ્લોકેજ પોઇન્ટ સામે સવાલ ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના બોપલ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને કાર્યક્રમમાંથી પરત નિર્ધારિત કાર્યક્રમ તરફ જવા રવાના થઈ રહ્યા હતા. ત્યારે બોપલ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન એક અજાણી સફેદ કલરની કાર અચાનક તેમના કોન્વોયમાં ઘૂસી ગઈ હતી. જો કે, પાયલોટિંગ કરતા કાફલાએ સમયસૂચકતાની સાથે એક્શન લીધા હતા.
પોલીસે કારને હટાવવા તાત્કાલિક લીધા એક્શન
મહત્વની વાત એ છે કે, જે સ્થળેથી CM ભૂપેન્દ્ર પટેલનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યાં આગળ હાજર એક પોલીસકર્મીએ અચાનક જ એક્શન પણ લીધા અને તે અજાણી સફેદ કારને સાઈડમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અજાણ્યા કારચાલક દ્વારા ખૂબ જ બેદરકારીભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રજાસત્તાક પર્વ પહેલા જ આવી બેદરકારી
મહત્વની વાત છે કે આગામી દિવસોમાં જ્યારે પ્રજાસત્તાક પર્વ આવી રહ્યો છે. એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકુંભ પણ દેશમાં યોજાઈ રહ્યો છે એટલે કે દેશમાં ઘણા બધા મોટા મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે પહેલાં ગુજરાત જેવા રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય અને તેમના કોન્વોયમાં આ પ્રકારે અજાણી કાર ઘુસી જવી તે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય. એટલે કે ચોક્કસથી કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જે કોનવે છે તેમાં સુરક્ષા સામે ચૂક સામે આવી છે.
હવે જોવાનું એ રહેશે કે, જે અજાણી કાર CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં પ્રવેશી હતી, તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ. સાથે જ ક્યાં પ્રકારના એક્શન લેવામાં આવશે તે પણ એક ગંભીર પ્રશ્ન છે. પરંતુ આ પ્રકારે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પસાર થતા હોય ત્યારે અજાણી કાર તેમના કોન્વોયમાં પ્રવેશ લે છે તે ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅઘોરી સાધુ નાગાબાવા કરતા કેટલા અલગ તરે છે, તેમની વચ્ચે શું તફાવત, જાણો તેની રહસ્યમય દુનિયા વિશે
January 21, 2025 05:53 PMજામનગરમાં ઘડીયાલી કૂવાથી પણ નીચે ઉતરવા લાગ્યું પાણી..!!
January 21, 2025 05:21 PMચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમ ઈન્ડિયાની જર્સીમાં પાકિસ્તાનનું નામ નહીં હોવાથી પીસીબી ગુસ્સે
January 21, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech