રાજકોટના સતં કબીર રોડ પર ગોકુલનગર શેરી નં.૫માં રહેતા શ્રમિક પરિવારના સગીર વયના પુત્રના ગત મહિને તા.૧ના રોજ થયેલા મોતના બનાવમાં કુવાડવા રોડ પોલીસે સગીરના સાથી કર્મચારી સામે સાપરાધ મનુષ્યવધના આરોપ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સાથી કર્મચારી આરોપીએ મોબાઈલ ફોનનો છૂટ્ટો ઘા કરતાં સગીરને ઈજા થઈ હતીનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
રાજકોટના નવાગામ મુકામે નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટ નામની પેઢીમાં શ્રમિક પરિવારનો ૧૭ વર્ષિય પુત્ર હર્ષિલ કમલેશભાઈ ગોરી નોકરી કરતો હતો ગત માસે તા.૧ મેના રોજ રાત્રે ઓફિસે પટકાતા સારવારમાં લઈ જવાયો હતો. જયાં સિવિલમાં તેનું મૃત્યુ નીપજયું હતું જે–તે સમયે હાર્ટ એટેક આવ્યાનું પોલીસે તારણ આપ્યું હતું. મૃતકના પરિવારને બનાસ પાછળ શંકા ઉપજી હતી. જેને લઈને ઓફિસના સીસીટીવી કેમેરાના ફટેજ માગ્યા હતા. જે પેન ડ્રાઈવમાં લઈને ચેક કરાયા હતા.
સીસીટીવીમાં સગીરને તેનો સાથી કર્મચારી શુશીલ ઉર્ફે સુનિલ સુખાભાઈ હેરભા ઉ.વ.૨૪ રહે.રાજલમી સોસાયટી મોરબી રોડ નામનો શખસ મોબાઈલ ફોન કે આવી કોઈ વસ્તુનો છૂટો ઘા મારતો દેખાય છે અને ત્યારબાદ સગીર હર્ષિલ નીચે પટકાયો હતો.
સારવારમાં લઈ જવાતા મૃત્યુ થયુ હતું. બનાવ સંદર્ભે સીસીટીવી ફટેજ આધારે સગીના પિતા કમલેશભાઈએ ગત તા.૭ના રોજ પોલીસ કમિશનરને સંબોધીને લેખિત ફરિયાદ આપી હતી.
અગાઉ પણ કુવાડવા રોહ પોલીસને મૃત્યુ પાછળ કોઈ અઘટિત બનાવ કે હત્યા હોવાની રજૂઆત કરી હતી.જે તે સમયે પોલીસે હાર્ટ એટેક અને પડી જતાં બ્રેઈન હેમરેજ થયાનું કારણ જણાવીને યોગ્ય તપાસ કરી ન હતીના સગીરની માતાએ આક્ષેપો કર્યા હતા. કુવાડવા રોડ પોલીસના તપાસનીસ વ્યકિતએતોે બે–બે સંતાનો કરવા જેવા શબ્દો કહ્યાનું પણ સગીરની માતાએ આક્ષેપોમાં કહ્યું હતું.
સમગ્ર ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સીસીટીવી ચેક કાર્ય અને તપાસના અંતે ગઈકાલે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ એલસીબી ઝોન–૧ ટીમને સોંપાઈ છે. પીએસઆઈ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમે આરોપી સતિષની ધરપકડ કરી છે.
કુવાડવા રોડ પોલીસની બેદરકારીના થયેલા આક્ષેપો સંદર્ભે એસીપીને ઈન્કવાયરી સોંપાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech