ધ્રોલ આઈ.સી.ડી.એસ. ઘટક કચેરીમાં લાઈવ મીલેટ્સ વાનગી પ્રદર્શન યોજાયું

  • April 05, 2023 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ-૨૦૨૩’ની થીમ આધારિત વાનગીઓ બનાવવામાં આવી

સમગ્ર રાજ્યમાં અત્યારે ‘પોષણ પખવાડિયા’ ની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત, ધ્રોલ આઈ. સી. ડી. એસ. ઘટક કચેરીમાં ’લાઈવ મીલેટ્સ વાનગી પ્રદર્શન’ યોજાયું હતું. જેમાં આંગણવાડી બહેનો અને આશા બહેનો દ્વારા ‘આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ- ૨૦૨૩’ ની થીમ આધારિત વાનગીઓ બનાવવામાં આવી હતી. જુવાર, રાગી, બાજરી અને ઘઉં જેવા મિક્સ અનાજ, બાળશક્તિ, પૂર્ણાંશક્તિ અને માતૃશક્તિ પોષણ કીટ સાથે મિક્સ કરીને ભાખરી પીઝા બનાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં આજુબાજુના ગામમાંથી લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. લાભાર્થીઓને આંગણવાડી કાર્યકરો દ્વારા ’શ્રી ધાન્ય’ ના ફાયદા અને આંગણવાડી દ્વારા ચાલતા વિવિધ કાર્યક્રમો વિષે સમજણ આપવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે સી. ડી. પી. ઓ. નર્મદા ડી. ઠોરીયા, ધ્રોલ આંગણવાડી અને સેજા આંગણવાડીના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ બાલ વિકાસ યોજના અધિકારી, ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application