રાજકોટ ખાતે યોજાયેલી વિપશ્યના શિબિરમાં અસંખ્ય લોકો જોડાયા હતા.જેમાં પોરબંદરના ૨૫ સાધકોએ શિબિરમાં ભાગ લીધો હતો.
પોરબંદરમાં રામદેભાઈ મોઢવાડિયા દ્વારા બિરલા હોલ ખાતે એક દિવસીય વિપશ્યના માર્ગદર્શન ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તથાગત બુદ્ધ દ્વારા શોધવામાં આવેલી મનના ઓપરેશનની ભારતની પૌરાણિક વિદ્યા એટલે વિપશ્યના સાધનાની દસ દિવસીય શિબિર રાજકોટ (ધમ્મકોટ)માં યોજાઈ હતી.
પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે,મે ૧૦ દિવસની રાજકોટ ખાતેની વિપશ્યના સાધના પુર્ણ કરી છે,આ સાધના દરમિયાન અનેક અનુભવો થયા જે શબ્દોમાં વર્ણવા શક્ય નથી,આ સાધના કરવાની મને ધણા સમયથી ઈચ્છા હતી ,આ દસ દિવસ દરમિયાન ઘ્યાન, આર્યમૌન, સાત્વિક ભોજન અને રાત્રી પ્રવચન દ્વારા મારી હકારાત્મક ઊર્જામાં અભુતપુર્વ વધારો થયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.હું નિખાલસતાપુર્વક સ્વીકારું છુ કે, મે વિપશ્યના સાધના કરવાનો આટલો મોડો નિર્ણય કરી મોટી ભુલ કરી છે.તમે પણ શક્ય બને તેટલી વહેલામાં વહેલી વિપશ્યના સાધના કરો તેવી તમને વિનંતિ છે મારી સાથેના નક્સલી કમાંડર દિલીપ નુઈશાએ ભારત સરકાર સામે આત્મ સમર્પણ કરી એક હજાર જેટલા નક્સલી હથિયાર સાથે સમર્પણ કરી પછી તે રાજકોટ વિપશ્યાના શિબિરમાં આવ્યા હતા.બ્રેક અપ થયા પછી કોઈને તમે એવું કહેતા સાંભળ્યા,"તું મને ભલે ભુલી જજે, પણ શ્વાસ લેવાનું ના ભુલતો (કે ના ભુલતી)". માતાએ સાસરે જતી દિકરીને હજાર શિખામણ આપી હશે, "શ્વાસ લેવાનું ભુલતી નહી, બેટા" આવી સુચના ક્યારેય નહીં આપી હોય. આપણે શ્વાસ લેવાનું ભુલતા નથી. કેમ કે, આપણને શ્વાસ લેવાનું યાદ રાખવું પડતું નથી.દસ બાય વીસના એક કમરામાં તમે આખી જિંદગી બેઠા છો. મન દુનિયાભરમાં રઝળતું રહે છે.મનની રઝળપાટ વધારે થકવી નાંખે છે.જે ઘડીએ તમે પલાંઠી વાળીને બેસો છો, તમારા શ્ર્વાસને ’ઓબ્ઝર્વ’ કરો છો.વિપશ્યનાની શઆત થાય છે. મને વિપશ્યનાની દસ દિવસની શિબિરમાં સાંભળેલા ગોયેન્કાના પ્રવચનોમાં આજે પણ એક વાક્ય યાદ છે, "યહ (વિપશ્યના) એક હિરા હૈ, ઉસે પથ્થર સમજકર ફેંક મત દેના". વિપશ્યના બહુ માસુમ છે.વિપશ્યના દોહ્લલી છે, પણ. જીવનમાં એકવાર તો અજમાયશ કરજો તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech