અન્ય બે દાઝી જતા હોસ્પીટલ સારવારમાં ખસેડાયા : કલરકામ વખતે બનાવ બન્યો: વિજ ટુંકડી, પોલીસ, ફાયરબ્રિગેડ અને એરપોર્ટ ઓથોરીટીની ટુંકડીઓમાં દોડધામ
જામનગરના એરપોર્ટ ગેઇટ નજીક કલરકામ કરતી વેળાએ વિજશોક લાગતા એક યુવાન સળગીને ભડથુ થઇ ગયો હતો, જયારે અન્ય બે દાઝી જતા ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવા કાર્યવાહી કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ જામનગર એરપોર્ટ નજીકના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે દરમ્યાન આજે એક દુર્ઘટના સર્જાઇ હતી અહીં કલરકામની કામગીરી દરમ્યાન એક શ્રમિકને હેવી વિજલાઇનમાંથી આંચકો લાગતા શરીરે સખત રીતે દાઝી જતા કણ મોત થયુ હતું જયારે અન્ય બે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બનાવના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ, પોલીસ સહિતની ટુકડીઓમાં દોડધામ મચી ગઇ હતી, ખરેખર બનાવ કેવી રીતે બન્યો એ સહિતની વિગતો ટુકડીઓ દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.
પોલ અને કમાનના ભાગે કલરકામ ચાલી રહયુ હતુ, બે મહિલા સહિતના ચાર શ્રમિકો કામ કરી રહયા હતા એ વખતે લોખંડનો ઘોડો ખસેડીને લઇ જતી વેળાએ ઉપરથી પસાર થતી હેવી વિજલાઇનને લોખંડનો ઘોડો અડી જતા ર્સ્પાક થયો હતો અને આ વેળાએ ઘોડો ખસેડી રહેલા શ્રમિકને જોરદાર વિજ આંચકો લાગતા સખત રીતે સળગી જતા મૃત્યુ થયુ હતું. જયારે અન્ય બે ને આંચકો લાગતા ફેંકાઇ ગયા હતા, એક મહિલાનું આ દ્રશ્ય જોઇને બીપી લો થઇ ગયુ હતું, બીજી બાજુ બનાવની જાણ થતા એરપોર્ટ ઓથોરીટીની ટીમ, પંચ-બી, વિજ ટીમ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech