મોરબીમાં વીજળીના કડાકા-ભડાકા સો ધોધમાર વરસાદ: અડધો કલાકમાં એક ઇંચ

  • May 14, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સો ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં અડધો જ કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
જ્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી  મળેલ માહિતી પ્રમાણે મોરબી સામાંકાંઠે ૮ મિમી, ટંકારામાં ૫ મિમી, માળિયામાં ૯ મિમી અને વાંકાનેરમાં ૧૮ મિમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભરઉનાળે આજે મોરબી જિલ્લામાં ચોમાસા માફક મેઘરાજાએ સટાસટી બોલાવતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા છે.

મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો બાદ ભારે પવન સો ઠેર ઠેર બરફના કરા સો ધોધમાર વરસાદ પડ્યો હતો. સતત ભારે વરસાદના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ તેજ પવનના કારણે અનેક જગ્યા વૃક્ષો ધરાશાઈ યા હતા. તેમજ અમુક જગ્યાએ વીજળી પડયાની પણ શક્યતા છે.મીની વાવાઝોડા સો તેજ પવન અને વરસાદી ોડી વાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાંજે ભારે વરસાદના કારણ અનેક લોકોને અને ખાસ કરીને કામ કાજે બહાર રહેલા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદની સો બરફના કરા પણ પડ્યો હ્યા. શનાળા રોડ, વીસી ફાટક પાસે, રબારી વાસ સહિતના વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાઈ યા હતા. રસ્તા પર ધરાશાઈ વૃક્ષોના કારણે ટ્રાફિક જામ તાં વૃક્ષો હટાવવાના પોલીસ, ફાયર સહિતની ટીમો કામે લાગી હતી. .જ્યારે ભારે વરસાદના પગલે મોરબીનાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application