દેવભૂમિ દ્વારકા જિલ્લો રંગાયો રાષ્ટ્રભક્તિના રંગે: સુદર્શન સેતુ પર ગુંજ્યા વંદે માતરમ, ભારત માતા કી જયના નારા: જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, નગરપાલીકા પ્રમુખ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહિવહી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓળખ સમાં સુદર્શન સેતુ ખાતે ૨૧૫૧ ફૂટ લંબાઈના વિશાળ તિરંગા સાથે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા, નાયબ પોલીસ અધિક્ષક સગર રાઠોડ, ઓખા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ કોટક સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ઓખાના સુદર્શન સેતુ ખાતે યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં યુવાઓ, બાળકો, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, પોલીસ જવાનો સહિતના વંદે માતરમ્, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના નાગરિકોમાં શહીદો, દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર સપૂતો તેમજ નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તા. ૦૮ થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુનિવર્સિટી ઓફ લંડનની સાથે કામ કરશે એઈમ્સ અને આઈઆઈટી દિલ્હ
November 23, 2024 11:01 AMદ્વારકા જિલ્લામાં તા. 14 ડિસેમ્બરના રોજ લોક અદાલત
November 23, 2024 11:00 AMટ્રમ્પની જીત ઈલોન મસ્કને ફળી નેટવર્થમાં ૭૦ બિલિયનનો જમ્
November 23, 2024 11:00 AMપાદરી નહિં પણ એઆઈથી હવે ૧૦૦ ભાષાઓમાં સાંભળી શકશે જીસસ
November 23, 2024 10:59 AMઓખામાં બેંકમાં કામ અર્થે ગયેલા વૃદ્ધનું મૂર્છિત અવસ્થામાં મૃત્યુ
November 23, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech