રામદૂત અતુલિત બલ ધામા: જય હનુમાનના જયઘોષ સાથે વિશાળ શોભાયાત્રા

  • April 23, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રામભકત પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ હતી. શહેરના બાલાજી મંદિર,સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર ,સુતા હનુમાનજી મંદિર ,બડા બજરગં મંદિર, સાત હનુમાન બાલક, હનુમાન મંદિર ,કપિલા હનુમાન મંદિર, સુતા હનુમાન મંદિર, ચમત્કારિક હનુમાન મંદિર સહિતના મંદિરોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું અને હનુમાન દાદાના જન્મના વધામણા માટે વહેલી સવારથી ભાવિકોની લાંબી કતાર જોવા મળી હતી. કરણસિંહજી બાલાજી હનુમાન દાદા ને ભવ્યથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો યાં આજે કેક કટીંગ સાથે ભાવિકોના મીઠા મોઢા કરાવી બજરગં બલીના જન્મોત્સવ ને ઉજવવામાં આવ્યો હતો. કાલાવડ રોડ પર આવેલ સંકલ્પસિદ્ધ હનુમાન દાદા ના મંદિર માં વિશાળ સમયાણો બાંધવામાં આવ્યો છે યાં વહેલી સવારથી દાદા ની પૂજા અર્ચના માટે ભાવિકો ની લાંબી લાગી હતી આ ઉપરાંત કરણસિંહ બાલાજી હનુમાન મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનાથ પરા બડા બજરગં દાદા ના મંદિરેથી આજે સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રામાં હનુમાનજીના વિવિધ સ્વપો ને બાળકો તેમજ ભાવિકો રજુ કરશે, દાદાના રથ પર પુષ્પવર્ષા સાથે શહેરના રાજમાર્ગેા પર આ શોભાયાત્રા ફરશે. જેમાં વિવિધ સંસ્થા મંડળો અને વેપારીઓ તેમજ ભાવિકો દ્રારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથે ભાવિકો માટે મહાપ્રસાદ નું પણ આયોજન થયું છે. રાજકોટમાં શેર વિથ સ્માઈલ એનજીઓ અને શ્રી ફાઉન્ડેશન દ્રારા કષ્ટ્રભંજન દેવ શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે ચૌધરી હાઇસ્કુલ ખાતેથી પ્રસ્થાન થઈ હતી ત્યારબાદ અલગ અલગ ટ પર આ શોભાયાત્રા ફરી હતી અને સ્પીડવેલ પાર્ટી સુવર્ણ ભૂમિ ચોક ખાતે પહોંચી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી .શોભા યાત્રાના અધ્યક્ષ સ્થાને સ્વામી પરમાત્માનંદજી અને મહાન યોગી ધર્મનાથ જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ભાવિકો પણ જોડાયા.હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application