રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે ટ્રોમા વિભાગમાં સારવાર લઇ રહેલા પ્રૌઢને ઓ–પોઝિટિવ બ્લડને બદલે બી–પોઝિટિવ બ્લડ ચડાવી દેવામાં આવતા દર્દીની હાલત ગંભીર બની હતી. અને પરિવાર ચિંતિત બન્યો હતો. તબીબની બેદરકારીના આ બનાવમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ કમિટી બનાવી તપાસના આદેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને કસૂરવાર સામે રિપોર્ટના અંતે પગલા લેવામાં આવશે તેમ ઉમેયુ હતું. દર્દીને પૂરતી સારવાર આપવામાં આવતા હાલ સ્થિતિ સારી હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું. જો એ આ મામલે ઓર્થેાપેડિક વિભાગના વડા ડો.શૈલેષ રામાવત પણ અંગત રીતે ધ્યાન આપી તપાસ કરાવી રહ્યા છે. ભવિષ્યમાં આવા બનાવ ન બને માટે જે રેસિડેન્ટની બેદરકારી છે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે તેમ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સમગ્ર બનાવની વિગત એવી છે કે, કાલાવડ રોડ પર વામ્બે કવાર્ટરમાં રહેતા દિનેશભાઇ રમણીકલાલ ગોંધીયા (ઉ.વ.૬૨)નામના પ્રૌઢ તા.૧૩ ના સાંજે બાઈક લઈને જઈ ક્રિસ્ટલ મોલ સાઈડ જય રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડા હતા યાં ઓર્થેાપેડિક વિભાગમાં સાથળના ભાગે ફેકચર હોવાનું નિદાન થતા ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે ઓપરેશન થઈ ગયા બાદ પ્રૌઢને બ્લડ ચડાવવાની જરિયાત ઉભી થતા પરિવાજનોને ઓર્થેાપેડિક વિભાગમાં ત્રીજા માળે યુનિટ ત્રણમાં ફરજ પરના તબીબે બ્લડ મગાવ્યું હતું. આથી પરિવારજનો સિવિલની બ્લડ બેંકમાંથી રકતદાન કરી પ્રૌઢ માટે ઓ–પોઝિટિવ બ્લડ લેવા માટે ગયા હતા ત્યાંથી વોર્ડમાં ઓ–પોઝિટિવ બ્લડ મોકલવામાં આવ્યું જેમાંથી એક બોટલ ચડાવી દેવામાં આવી હતી અને બીજી બોટલ શ થતા જ અચાનક દર્દી દિનેશભાઈને ખુબ વધુ ઠંડી ચડવા લાગતા ધાબળા ઓઢાડા હતા. આથી અમે બ્લડની થેલી જોતા ઓ–પોઝીટીવી ને બદલે બી–પોઝિટિવ લખેલું જોતા પરિવારજનોએ ફરજ પરના તબીબને જાણ કરતા તાત્કાલિક બ્લડ બધં કરી ભૂલ થઇ ગઈ હોવાનું કબુલ્યું હતું. વધુમાં દર્દીના પિતરાઈ ભાઈ હસમુખભાઈ જણાવ્યું હતું કે, ડોકટરોએ કોઈ રાજારામ નામના વ્યકિતને ચડાવવાનું બ્લડ મારા ભાઈ ને ચડાવી દીધું હતું. જેના કારણે તબિયત વધુ લથડી હતી.શઆતમાં તો તબીબોને વાત કરતા યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નહતો ને લાજવાને બદલે ભૂલ તો થાય કહી ગાજવા લાગ્યા હતા બાદમાં ઉહાપો થતા રેસિડેન્ટ ડોકટરની બોલતી બધં થઈ ગઈ હતી. બનાવના પગલે વોર્ડના ઇન્ચાર્જ તબીબ અને વિભાગના વડાને જાણ થતા તેમના માર્ગ દર્શન હેઠળ યોગ્ય સારવાર આપવામાં આવી હતી અને હાલ દર્દીની સ્થિતિ સારી હોવાનું જણાવ્યું હતું.
ભવિષ્યમાં આ પ્રકારે ભૂલ ન થાય માટે રેસિડેન્ટ તબીબ સામે ડિપાર્ટમેન્ટ પગલાં લેશે: ડો.શૈલેષ રામાવત
બ્લડ રિકયુલાઇઝનો બનાવને લઇ ઓર્થેાપેડિક વિભાગના વડા ડો.શૈલેષ રામાવતે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બનાવ ખુબ ગંભીર છે, આવા કિસ્સામાં દર્દીના જીવનું જોખમ સર્જાય શકે છે. માટે આવી ભૂલ જો ચલાવી લેવામાં આવે તો ભવિષ્યમાં ફરી અન્ય દર્દી બેદરકારીનો ભોગ બની શકે છે. મારી ડિપાર્ટમેન્ટમાં પુછપરછમાં આ સમયે ફરજ પર ચિરાગ નામના રેસિડેન્ટ ડોકટરની બેદરકારી હોવાનું પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે. તેની સામે અન્ય શું પગલાં લેવા એ માટે ડીન–સુપ્રિટેન્ડેન્ટ નક્કી કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech