ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તારીખ 2 મેં સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનું જોર વધુ રહેશે અને આ માટે હીટ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર પોરબંદર અને દિવ વિસ્તારમાં અન્ય વિસ્તારોની સરખામણીએ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા પણ દશર્વિવામાં આવી છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર તેલંગાણા કણર્ટિક આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ ગરમી માટે હિટ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી દેશના અનેક રાજ્યોમાં વરસાદ પણ પડી રહ્યો હતો પરંતુ આજથી પરિસ્
થિતિમાં બદલાવ આવ્યો છે પૂર્વ અને પૂર્વતર રાજ્યો સિવાય ક્યાંય વરસાદ નથી અને ગરમીનું જોર દેશભરના મોટાભાગના રાજ્યોમાં જોવા મળે છે.
ગુજરાતના જુદા જુદા શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગઈકાલે 40.3 ડીગ્રી મહત્તમ તાપમાન હતું પરંતુ અમદાવાદ એરપોર્ટ પર 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયેલ છે. અમરેલીમાં 41.5 વડોદરામાં 40.2 ભાવનગરમાં 40.5 ગાંધીનગરમાં 40 રાજકોટમાં 41.5 અને સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ આજે સવારથી એકાએક ઘટી ગયું છે. અત્યાર સુધી 80 ટકા આસપાસ ભેજ જોવા મળતો હતો. પરંતુ આજે એક માત્ર દ્વારકામાં 83% ભેજ નોંધાયો છે. દમણમાં 64 નલિયામાં 67 ઓખામાં 74 પોરબંદર સુરત અને વેરાવળમાં 50થી 54% ભેજ નોંધાયો છે. તે સિવાયના રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ 50% થી નીચે રહેવા પામ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech