શું બંધારણની પ્રસ્તાવના બદલી શકાય? સવાલ એટલા માટે છે કે સુપ્રીમ કોર્ટે બંધારણની પ્રસ્તાવનામાંથી બે શબ્દો 'બિનસાંપ્રદાયિક' અને 'સમાજવાદી'ને હટાવવાની માંગ કરતી અરજી ભાજપના નેતા અને પૂર્વ રાયસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામી ઉપરાંત આ મામલે સુપ્રીમ કોર્ટમાં વધુ બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેથી જસ્ટિસ સંજીવ ખન્ના આ અરજીઓની સુનાવણી કરશે.
જૂન ૧૯૭૫ થી માર્ચ ૧૯૭૭ ની વચ્ચે, તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણમાં ઘણી વખત સુધારો કર્યેા. પરંતુ સૌથી મોટો સુધારો ડિસેમ્બર ૧૯૭૬માં કરવામાં આવ્યો હતો. ઈન્દિરા સરકારે બંધારણમાં ૪૨મો સુધારો કર્યેા. જેને અત્યાર સુધીનો સૌથી વિવાદાસ્પદ સુધારો માનવામાં આવે છે. આ સુધારા દ્રારા બંધારણમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા, ૪૨મા સુધારા દ્રારા, બંધારણની પ્રસ્તાવનામાં ત્રણ શબ્દો – 'સમાજવાદી', 'બિનસાંપ્રદાયિક' અને 'અખંડિતતા' ઉમેરવામાં આવ્યા હતા. આ પહેલી અને છેલ્લી વખત હતી યારે બંધારણના પ્રસ્તાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ શબ્દો ઉમેરવા પાછળનો તર્ક એ હતો કે દેશનો ધાર્મિક, સામાજિક અને આર્થિક રીતે વિકાસ કરવો જરી છે.
૧૯૭૬માં ૪૨મા સુધારામાં સૌથી મહત્વની વાત એ હતી કે સંસદના નિર્ણયને કોઈપણ આધાર પર કોર્ટમાં પડકારી શકાય નહીં. તેમજ સાંસદો અને ધારાસભ્યોની સદસ્યતાને કોર્ટમાં પડકારી શકાતી નથી. સંસદનો કાર્યકાળ પણ પાંચ વર્ષથી વધારીને છ વર્ષ કરવામાં આવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં બંધારણની પ્રસ્તાવનામાં 'બિનસાંપ્રદાયિક' અને 'સમાજવાદી' શબ્દો ઉમેરવાની માન્યતાને પડકારી છે. એવી દલીલ કરવામાં આવી છે કે આ પ્રકારનો સુધારો બંધારણની કલમ ૩૬૮ હેઠળ સંસદની સત્તાની બહાર છે. એટલે કે સંસદ બંધારણમાં આવા સુધારા કરી શકતી નથી. જો કે, છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવું નથી કે બંધારણમાં સુધારો ન થઈ શકે. તેમણે વકીલોને શૈક્ષણિક ધ્ષ્ટ્રિકોણથી વિચારવાનું કહ્યું હતું કે શું બંધારણની પ્રસ્તાવનામાં સુધારો થઈ શકે છે કે નહીં.
પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે બંધારણના ઘડવૈયાઓનો કયારેય લોકશાહી શાસનમાં 'બિનસાંપ્રદાયિક' અને 'સમાજવાદી' શબ્દો દાખલ કરવાનો ઈરાદો નહોતો. એવો પણ દાવો છે કે ડો.બી.આર. આંબેડકરે આ શબ્દોના સમાવેશને ફગાવી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech