તમામ 12 આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી શરૂ: દર્દીઓને વિનામૂલ્યે દવા વિતરણ: આરોગ્ય વિષયક કામગીરી નિરંતર
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જામનગર શહેરના નાગરીકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે, કમિશ્નરના માર્ગદર્શનમાં ઓ.પી.ડી. સેવાઓને સુદ્રઢ કરવામાં આવી છે.
જામનગર શહેરના ૧૨ આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૫૬૬ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં સામાન્ય ઝાડાના ૨૯, શરદી-ઉધરસના ૪૦, સામાન્ય તાવના ૮ કેસ જોવા મળ્યા હતા. જ્યારે હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓ.પી.ડી. માં ૧૧૦૭ લોકોએ લાભ લીધો હતો.
જામનગર શહેરના પુરગ્રસ્ત વિસ્તારમાં આર.બી.એસ.કે. ટીમના ડોક્ટર્સ દ્વારા ૧૨ યુ.એચ.સી. લગત અલગ-અલગ ૧૨ સ્થળોએ સ્પેશિયલ ઓ.પી.ડી. શરુ કરવામાં આવી હતી. જેમાં કુલ ૫૨૯ લોકોએ લાભ લીધો હતો. આ ઓ.પી.ડી.માંથી તાવના ૨૯, શરદી ઉધરસના ૧૦૨, સામાન્ય ઝાળાના ૭, ઝાળા-ઉલટીના ૪, ચામડીના ૧૯૬, અન્ય ૧૯૧ કેસ જોવા મળેલ હતા. આમ શહેરના કુલ ૩૨૦૨ લોકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો હતો.
ઓ.પી.ડી. સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પત્રિકાઓનું તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં અલગ-અલગ ૧૨૨ જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડયુલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું હતું. જેમાં તમામ જગ્યાએ ૦.૨ થી ૦.૫ જેટલો રેસીડ્યુલ ક્લોરીન જોવા મળ્યો હતો. જામનગર શહેરમાં ૧૧૬૭૨ જેટલી ક્લોરીનની ગોળી તથા ૩૩૪ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીની વિગત જોઈએ તો શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનિયાનાં કેસો ને નિયંત્રણ માં રાખી શકાય તથા મચ્છર ની ઉત્પતિને નિયંત્રિત કરી શકાય, તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગત તા. ૦૪-૦૯-૨૦૨૪ નાં રોજ આરોગ્ય કેન્દ્રની સુપરવાયઝર-૪૮, સર્વેલન્સ ટીમ-૨૦૬ દ્વારા-૬૦૨૯૫ ની વસ્તી , ૧૪૧૨૦ ઘર તથા ૮૩૭૭૫ પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ઉત્પતિને નિયંત્રિત કરી શકાય, તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગત તા. ૦૪-૦૯-૨૦૨૪ નાં રોજ આરોગ્ય કેન્દ્રની સુપરવાયઝર-૪૮, સર્વેલન્સ ટીમ-૨૦૬ દ્વારા વસ્તી-૬૦૨૯૫, ઘર-૧૪૧૨૦ તથા ૮૩૭૭૫ પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઘરોમાંથી સામન્ય તાવના ૧૩૬ કેસ મળેલ હતા, જેમને સ્થળ પર સારવાર આપવામાં આવેલ હતી. ઉપરોક્ત ઘરોમાંથી ૪૩૧ ઘરોમાં ૪૭૫ પાણીનાં પાત્રોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ, જેનો નાશ કરવામાં આવેલ હતો.
પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૯૮૨૭ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ હતી તથા ૪૯૧ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયુ હતું. ૬૮ સેલરમાં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ૯૩ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો.. એસ.એસ.આઈ.ની જરૂરિયાત મુજબ શહેરમાં ૧૨૦૦ કિલો જંતુનાશક પાવડરનો જથ્થો મોકલવામાં આવેલ છે, જેનો તેઓ દ્વારા જરૂરિયાત વાળી જગ્યાઓએ છંટકાવ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જોગવડમાં ખૂંટિયા અડફેટ ઇજાગ્રસ્ત વ્યકિતને બ્રેન હેમરજ, અંગદાન કરવામાં આવ્યું
March 29, 2025 12:53 PMનયારા એનર્જીએ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે દીપેશ બક્ષીની નિમણૂંક
March 29, 2025 12:38 PMએસટી બસ મુસાફરીમાં ભાડામાં ૧૦ ટકાનો વધારો
March 29, 2025 12:30 PMરાજકોટ : નર્મદા નીર પરની નિર્ભરતા દૂર થાય તે માટે નવા જળાશયો બનાવવા આવશ્યક
March 29, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech