અડવાણાની ઉચ્ચતર માધ્યમિક શાળામાં હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો હતો.અડવાણા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભાવસિંહજી હોસ્પીટલમાં કાર્યરત આઈ.સી.ટી.સી તેમજ એડોલેસન્ટ સેન્ટર દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં આશરે ૨૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં એચ.આઈ.વી, એઇડ્સ, એસ.ટી.આઈ. આર.ટી.આઈ, ટી.બી, એચ.બી.એસ.એ.જી અને એચ.સી.વી, તેમજ માસિક સ્ત્રાવમાં સ્વચ્છતા તેમજ ટોબેકો વિષે વિસ્તારપુર્વક માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અડવાણા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. કેતન, લેબ.ટેકનીશિયન નિલેષભાઈ વાઢેર તેમજ એન.સી.ડી. કાઉન્સેલર જીગર જોષી હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણો તથા વાત્સાયન કેન્દ્રના કાઉન્સેલર વર્ષાબેન જોષીએ પ્રયત્નો કર્યો હતો.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને યાદીપે બોલપેન ગીરીરાજભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech