રાજકોટમાં એક એવો ગાર્ડન છે કે યાં કાયદા અને નિયમોની તમામ હદ પૂર્ણ થઈ જાય છે, અહીં તમે કઈં પણ શકો છો...!! આ ગાર્ડન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલા સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર રામેશ્વર પાર્ક અને શિવમ પાર્ક વચ્ચે આવેલો ગાર્ડન. અહીં દરરોજ અસામાજિક તત્વો અડ્ડો જમાવતા હોય હવે માતાઓ–બહેનો–દીકરીઓ તેમજ સહ પરિવાર ગાર્ડનમાં જતા નાગરિકોએ આ બગીચામાં જવાનું જ બધં કયુ છે.
રાજકોટ મહાપાલિકાએ ત્રણ–ચાર વર્ષ પૂર્વે લોકાર્પણ કરેલા આ ગાર્ડનમાં નથી સીસી ટીવી કેમેરા, નથી કાયમી ચોકીદારો કે નથી થતું કયારેય ચેકિંગ, જેના લીધે આવારા, લુખ્ખા, અસામાજિક, નશાખોર તત્વોને અહીં મોકળું મેદાન મળી ગયું છે. આવા તત્વોથી ભયભીત બનેલા સામાન્ય નાગરિકોએ સવાર સાંજ બગીચામાં વોકિંગ કરવા જવાનું પણ બધં કયુ છે, માતાઓ, બહેનો અને દીકરીઓ છેડતી કરતા રોડ રોમિયા પણ અહીં સતત આંટાફેરા કરતા હોય છે. બગીચો જાણે ફટબોલનું મેદાન હોય તેમ અમુક તત્વો અહીં ફટબોલ પણ રમતા હોય ફટબોલ લાગી જશે તેવા ભયથી સિનિયર સિટીઝન્સએ પણ ગાર્ડનમાં જવાનું બધં કયુ છે. આ ગાર્ડનમાં બાંકડા અને રમત ગમતના સાધનો તૂટેલા–ફટેલા છે. અન્ય સુવિધાઓ તો દૂર ડસ્ટબીન પણ નથી ! સમગ્ર વિસ્તારના કચરાના નિકાલનું કેન્દ્ર આ મ્યુનિ.ગાર્ડન બની ગયો છે. મહાપાલિકા તત્રં જાગે અને તત્કાળ યોગ્ય કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.
આવારા તત્વો અવારનવાર બગીચામાં ફૂટબોલ રમવા આવતા હોય લોકોએ જવાનું બધં કર્યું !
રાજકોટ મહાપાલિકાની ગાર્ડન શાખા હસ્તકના વોર્ડ નં.૧ના ઉપરોકત ગાર્ડનમાં અમુક આવારા તત્વો અવારનવાર બગીચામાં આવીને ફટબોલ રમવા લાગતા હોય હવે લોકોએ આ ગાર્ડનમાં જવાનું બધં કયુ છે. બગીચામાં રમતા નાના બાળકો તેમજ તેમની સાથે રહેલી માતાઓ, બહેનો કે દીકરીઓ કે સિનિયર સિટીઝન્સની પરવા કર્યા વિના બેફામ રીતે ફટબોલ રમવાનું શ કરતાં હોય બાળકોને લાગી જશે તેવા ભયથી લોકો ગાર્ડનમાં જતા નથી તેમ બગીચાના નિયમિત મુલાકાતી પરિવારોએ જણાવ્યું હતું. અહીં નાગરિકોને બેસવા માટે મુકેલા બાંકડા ઉપર આવારા તત્વો પગ લાંબા કરીને બેસે છે અને કયારેક અહીં સુવે પણ છે. ગાર્ડનમાં યુવાન બહેનો દીકરીઓને જોઇને નાલાયક તત્વો છાકટાવેડા શ કરે છે તથા રોડ રોમિયોનો પણ ત્રાસ છે.
ગાર્ડનની આજુબાજુના રહીશો કહે છે, હવે અમારે અહીં રહેવા જેવું રહ્યું નથી
વોર્ડ નં.૧ના ગાર્ડનની આજુબાજુના રહીશો કહે છે કે હવે અમારે અહીંયા રહેવા જેવું રહ્યું નથી, મહાપાલિકાએ ગાર્ડન બનાવ્યો ત્યારે ખૂબ ખુશી થઈ હતી કે અમારા ઘર પાસે જ ગાર્ડન બન્યો હવે રેસકોર્સ સુધી જવું પડશે નહીં પરંતુ હવે લાગે છે કે આ ગાર્ડન નહીં પરંતુ મહાપાલિકાએ ન્યુસન્સ પોઇન્ટનું નિર્માણ કયુ છે. હવે તો અમારે અહીં રહેવા જેવું રહ્યું નથી, મકાનો વેંચીને અન્યત્ર રહેવા જતું રહેવું છે !! તેમ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું. રાજકોટ મહાપાલિકાની ગાર્ડન શાખાના તંત્રવાહકો બગીચો બનાવ્યા પછી બગીચાની દેખરેખ માટે પણ કયારેય દેખાતા નથી. રાહદારીઓ, વાહનચાલકો તેમજ અન્ય લોકો આ ગાર્ડનમાં કચરો પણ ફેંકી જાય છે તેથી બેફામ ગંદકી પણ સર્જાઇ રહી છે.
ગત રાત્રે નશો કરીને આવેલાઓએ ધમાલ મચાવતા લોકોમાં નાસભાગ મચી
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧ના ઉપરોકત ગાર્ડનમાં ગત રાત્રે અનેક પરિવારો કિલ્લોલ કરતા બેઠા હતા ત્યારે અમુક નશો કરેલી હાલતમાં આવેલા તત્વોએ ધમાલ મચાવતા લોકોમાં નાસભાગ મચી હતી અને ૧૫ મિનિટમાં પૂરો ગાર્ડન ખાલી થઇ ગયો હતો. આવી હરકતથી સમગ્ર વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો તેમજ લતાવાસીઓએ જણાવ્યું હતું. અવારનવાર આ ગાર્ડનમાં આવરા, લુખ્ખા અને અસામાજિક તત્વો પ્રવેશીને ધમાલ મચાવતા હોય નાગરિકોમાં ભયની લાગણી પ્રસરી છે. લતાવાસીઓએ જણાવ્યું હતું કે અમારી પાસે મ્યુનિસિપલ વિજિલન્સ પોલીસ સ્ટાફ કે વોર્ડના કોર્પેારેટરોના નંબર ન હતા નહીં તો આ બનાવ બન્યો ત્યારે સ્થળ ઉપરથી જ તેમને ફરિયાદ કરવી હતી.
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટે.ચેરમેન, નેતા, દંડક અને કમિશનર અહીં સાઇટ વિઝીટ કરી પ્રશ્ન ઉકેલે
વોર્ડ નં.૧ના આ ગાર્ડનમાં હવે તો લોકોએ જવાનું જ બધં કયુ છે પરંતુ અગાઉ ગાર્ડનમાં રાત્રે નિયમિત વોકિંગ માટે જતા પરિવારોએ જણાવ્યું હતું કે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડીયા સહિતના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ ગાર્ડનની સાઇટ વિઝીટ કરી પ્રશ્નો ઉકેલે તેવી અમારી માંગણી છે. ખાસ કરીને આ ગાર્ડન ખોલવા અને બધં થવાનો સમય સુનિશ્ચિત કરી અહીં ચોકીદારો મુકાય અને મ્યુનિ.વિજિલન્સ પોલીસ નિયમિત ચેકિંગ કરે તેવી લોકમાંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા : સિંહણ નર્સરી ખાતે વન કવચનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા
January 15, 2025 06:15 PMજામનગરમાં નિવૃત્ત આર્મી મેને 1.81 કરોડ ઓનલાઇન ફ્રોડમા ગુમાવ્યા
January 15, 2025 05:45 PMજામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે મેજરબ્રિજનું કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહુર્ત
January 15, 2025 05:39 PMજામનગરના મોટી ખાવડીથી રણુજા જાય છે સંઘ, 45 વર્ષની પરંપરા આજે પણ છે યથાવત
January 15, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech