વાંકાનેરના લાકડધાર ગામના ૩૦મી થી ગુમ પ્રૌઢની અડધી હાડપીંજર થયેલી લાશ ઘરથી બે કિમિ દૂર વિઠલપર ગામના તળાવ પાસેથી મળી આવી હતી જયારે તેમનો મોબાઈલ અને બાઈક અલગ અલગ જગ્યાએથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બનાવ હત્યાનો છે કે આપઘાતનો જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવી શકે છે.
બનાવની પ્રા વિગત મુજબ લાકડધાર ગામે રહેતા હીરાભાઈ ધનાભાઇ અણીયારા (કોળી) (ઉ.વ.૫૮) નામના પ્રૌઢ ગત તા.૩૦ના ઘરેથી મોટરસાઇકલ લઈ આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે ફોન કર્યેા હતો પરંતુ ફોનની રિંગ વાગતી હતી કોઈ ઉપાડતું ન હોવાથી શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બીજા દિવસે ગામથી ૨ કિમિ દૂર આવેલા વિઠ્ઠલપર નજીકથી તેમનો મોબાઈલ ફોન કોઈને મળી આવતા પરિવારજનો જાણ કરી સોંપ્યો હતો આથી પરિવારજનોએ શોધખોળ શ રાખતા થોડે દૂરથી મોટરસાઇકલ મળી આવતા હીરાભાઈ નજીકમાં જ હોવાનું લાગતા તપાસ શ કરી હતી. દરમિયાન તેમનો મૃતદેહ ગામના તળાવ કાંઠેથી મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રૌઢનો માથા થી કમર સુધીનો ભાગ સ્વાન ખાઈ ગયા હોવાથી અડધી બોડી હાડ પિંજર થઇ ગઈ હતી. પ્રૌઢનું મોત કયાં કારણથી થયું છે એ જાણવા પોલીસે ડી–કમ્પોઝ થયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી છે.
મૃતક પાંચ ભાઈ પાંચ બહેનમાં ત્રીજા નંબરે હતા અને ખેત મજૂરીકામ કરતા હતા. પ્રૌઢને નશો કરવાની ટેવ પણ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આથી નશો કરી તળાવમાં પડી જવાથી મોત થયું છે કે કેમ તે અંગે ફોરેન્સિક રિપોર્ટ બાદ ખુલી શકે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech