ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગાંધીગ્રામ વિસ્તારમાંથી થયેલી બાઇક ચોરીમાં મીઠાપુરમાં રહેતા રીઢા વાહન ચોરને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પિયા ૩૫,૦૦૦ ની કિંમતનું બાઈક કબજે કયુ હતું. આ શખસ વિદ્ધ અગાઉ વાહન ચોરી, ચોરી અને દારૂ સહિતના ૪૪ ગુના નોંધાઈ ચૂકયા છે.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ.જાદવની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ હરદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાટીલ અને અર્જુનભાઈ ડવને મળેલી બાતમીના આધારે ચોરાઉ બાઈક સાથે દેવભૂમિ દ્રારકા જિલ્લાના મીઠાપુરમાં હાલ સાસુના ઘરે રહેતા મૂળ ઓખાના વતની ગોદળ સનાભાઇ લધા(ઉ.વ ૪૬) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરાઉ બાઇક કબજે કયુ હતું. જે બાઈક તેણે ગાંધીગ્રામ વિસ્તારમાંથી ચોરી કયુ હોવાનું માલુમ પડું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા આ આરોપી સામે અગાઉ જામનગર પંથકના મેઘપર પડાણા, દ્રારકા, મીઠાપુર, વાડીનાર, જામખંભાળિયા, ટંકારા, કલ્યાણપુર તેમજ રાજકોટના સીટી એ ડિવિઝન સહિતના પોલીસ સ્ટેશનમાં મળી દારૂ , વાહન ચોરી અને ઘરફોડ ચોરી સહિતના ૪૪ ગુના નોંધાઈ ચૂકયા છે
રેલનગરમાં દુકાનમાંથી મોબાઇલ ચોરી કરનાર ઝડપાયો
પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ હિરેનભાઈ કારેથા અને મનીષભાઈ ડાંગરને મળેલી માહિતીના આધારે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનામાં દિલીપ ઉર્ફે કૂકો લવિંગભાઈ મંડુરીયા (ઉ.વ ૨૧ રહે. હુડકો ચોકડી પુલ પાસે, રાજકોટ, મૂળ સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો હતો. આરોપીએ રેલનગરમાં આવેલા મકાનમાં આવેલી દુકાનના ખાનામાંથી આ મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી ૧૦,૦૦૦ ની કિંમતનો આ ફોન કબજે કર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનો મામલો ગોટે ચડ્યો: જાહેરાત મુલતવી રહેશે?
January 09, 2025 11:09 AMઅમરેલી લેટરકાંડ: ધાનાણીના ધરણા
January 09, 2025 11:08 AMપ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ મામલે રાજકોટ કલેકટર–પોલીસ કમિશનર પાસે રિપોર્ટ મગાવ્યો
January 09, 2025 11:07 AM૬ હજાર શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની શાળાઓને સત્તા આપવા માટે માગણી
January 09, 2025 11:03 AMગુજરાત વિધાનસભાનું તા.૧૯ ફેબ્રુ.થી ૩૧ માર્ચ સુધી બજેટ સત્ર: ફૂલગુલાબી બજેટની શકયતા
January 09, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech