રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે ગુલાબનગર શેરી ન.ં ૩માં રહેતા રીઢા તસ્કર પ્રદીપ ઉર્ફે પદીયો કાળુભાઈ પઢારીયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ પૂછપરછ કરતાં છેલ્લા ૨૦ દિવસ દરમિયાન તેણે સુરત, જૂનાગઢ અને અમદાવાદમાં ઘરફોડી કર્યાની કબૂલાત આપી હતી.આરોપીએ ગર્લફ્રેન્ડને ફરવા લઇ જઇ ચોરીના આ બનાવને અંજામ આપ્યા હતાં.આ શખસ રેકી કર્યા વગર ધોળા દિવસે ગણતરીની મિનિટોમાં બધં મકાનમાંથી મોટી મત્તા ચોરી લેવાની એમ.ઓ ધરાવે છે.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોરની રાહબરીમાં પીએસઆઇ એન.એન.પરમાર તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન કોન્સ. મોહિલરાજસિંહ ગોહિલ અને અર્જુનભાઇ ડવને મળેલી બાતમીના આધારે રીઢા તસ્કર પ્રદિપ ઉર્ફે પદીયાને તેની ગર્લફ્રેન્ડ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી સોના–ચાંદીના દાગીના અને ા. ૮૫૦૦ ઉપરાંત બે મોબાઇલ ફોન સહિત કુલ ા. ૫.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યેા છે.તેની સાથે તેની ગર્લફ્રેન્ડ મળી આવતા તેની માતાને સોંપી દીધી હતી.
ક્રાઇમ બ્રાંચને તપાસ કરતાં માલુમ પડયું હતું કે, તેણે અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં રાજેશ્રી હોટલમાં રોકાઇ તેની નજીક ત્રણેક કિલોમીટરની અંદર આવતી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં આવેલા ફલેટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ચોરી ગત શુક્રવારે કરી હતી.જે અંગે કોઇ ફરિયાદ નોંધાઈ નથી.
ત્યાર પછી ગયા રવિવારે ગર્લફ્રેન્ડ સાથે સુરત ફરવા જઇ પૂણા પોલીસ મથકના એરિયામાં આવતા મકાનમાંથી ચોરી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ બે ચોરીના વીસેક દિવસ પહેલા તેણે જૂનાગઢના કાળવા ચોકની આજુબાજુમાં આવેલ પોલ સ્ટાર એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફલેટમાંથી ચોરી કરી હતી. જે અંગે પણ કોઇ ફરિયાદ નોંધાઈ નથી.
સુરતમાં તેણે ચોરી કર્યા બાદ સ્થાનિક પોલીસને તેના વિશે માહિતી મળી હતી. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરતાં ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો. રીઢો ઘરફોડીયો પ્રદીપ કોઇપણ જગ્યાએ ધોળા દિવસે બધં મકાન કે ફલેટમાંથી ચોરી કરવાની ટેવ ધરાવે છે. તે બપોરના સમયે ચોરી કરવા નીકળી જતો હતો. જે બધં મકાન કે ફલેટ દેખાય તેમાંથી ગણતરીની મિનિટોમાં ચોરી કરી નીકળી જતો હતો.એટલું જ નહીં રીઢો ઘરફોડીયો પ્રદીપ રેકી કર્યા વગર જ ચોરી કરતો હતો. સુરતમાં તેણે માત્ર ૮ મિનિટના સમયગાળા દરમિયાન ચોરી કરી હતી. તેની પાસેથી અમદાવાદમાં કરેલી ચોરીનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે
પ્રદીપ સામે ૨૫ ગુના, ત્રણ વખત પાસા પણ થયા
રીઢો તસ્કર પ્રદીપ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.તેની સામે અત્યાર સુધીમાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાં મળી ચોરી સહિતના કુલ ૨૫ ગુના નોંધાઇ ચૂકયા છે.આ ઉપરાંત ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨માં એમ ત્રણ વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech