રાજસ્થાનના જયપુરની સેન્ટ્રલ જેલમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેલમાં બધં એક કેદીની હરકતથી જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. કેદી ટીન ચેકિંગ દરમિયાન તેનો મોબાઈલ ફોન ગળી ગયો હતો. આ ક્રિયાને કારણે તેનો શ્વાસ બધં થવા લાગ્યો હતો. જે પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોકટરોએ કેદીનો એકસ–રે કરાવ્યો હતો, જેમાં તેના શરીરમાં મોબાઈલ ફોન જોવા મળ્યો હતો. ડોકટરે કોઈપણ ઓપરેશન વગર જ કેદીના મોઢામાંથી મોબાઈલ ફોન બહાર કાઢી લીધો હતો. કેદીની હાલતમાં સુધારો થતા જ જેલમાં કેદી સુધી મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જેલમાં ઘણા કેદીઓ એટલા રીઢા ગુનેગારો હોય છે કે તેમને જેલમાં બધં હોવા છતા પણ કોઇ ફરક પડતો નથી.જેલમાં બધં હોવા છતા ત્યાંથી પણ કેદીઓ પોતાનું નેટવર્ક ચલાવતા હોય છે. ઘણી વાર જેલમાં કેદીઓ મોબાઇલ ફોન રાખતા પણ ઝડપાતા હોય છે. જેલ પ્રશાસન નિયમિત રીતે આ કેદીઓનું ચેકિંગ કરતી હોય છે. જયપુરની સેન્ટ્રલ જેલમાં પણ આવું જ કઇક થયું હતુ. સેન્ટ્રલ જેલમાં ટીન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેલ અધિક્ષક ઓમપ્રકાશના જણાવ્યા અનુસાર ઘાટગેટના રહેવાસી ફુ, જેલમાં અન્ડરટ્રાયલ છે, તેની રામગજં પોલીસ સ્ટેશને આમ્ર્સ એકટ હેઠળ ધરપકડ કરી હતી. ૮ ઓગસ્ટના રોજ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ જેલના વોર્ડ નંબર ૬માં ફરજ બજાવતા સેન્ટિનલ અને ચીફ સેન્ટિનલે જેલના વોર્ડની બેરેક નંબર ૧માં કેદીને શંકાસ્પદ વર્તન કરતા જોયો. યારે તે તેની નજીક ગયો, ત્યારે કેદી તેની સામે જ કંઈક ગળી ગયો. તે ગળી લીધા પછી તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. યારે તેની પાસેથી માહિતી લેવામાં આવી તો જાણવા મળ્યું કે કેદી મોબાઈલ ફોન ગળી ગયો હતો. કેદીએ મોબાઈલ ફોન ગળી લેતા જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.
મોઢામાંથી મોબાઈલ બહાર કાઢો
કેદીને જેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેને એસએમએસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. એસએમએસ હોસ્પિટલમાં કરાયેલા એકસ–રેમાં કેદીના પેટમાં મોબાઈલ દેખાતો હતો. ત્યાર બાદ એન્ડોસ્કોપી દ્રારા કોઈ પણ પ્રકારના ઓપરેશન વગર ડોકટરે મોઢામાંથી મોબાઈલ બહાર કાઢો હતો. આ ઘટના બાદ જેલ પ્રશાસન દ્રારા લાલ કોઠી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech