અમરેલીના ખાણખનીજ વિભાગના ગાર્ડને ત્રણ શખસોએ માર માર્યો

  • October 10, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીના રાજસ્થળી નજીક શેત્રુજી નદીના પટમાં રેતી ચોરીના ચેકીંગ માટે ગયેલી ખાણ ખનીજ વિભાગની ટિમના ગાર્ડને મારમારી રેતી ચોરો જેસીબી, લોડર અને ડમ્પર સહિતના વાહનો હંકારી ભાગી જતા રાજસ્થળીના ત્રણ શખસો સામે ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
અમરેલી ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અને ચિતલ રોડ પર તપોવન મંદિર સામે રહેતા ભાવેશભાઈ વાસુદેવભાઇ સાધુ (ઉ.વ.34)એ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રાજસ્થળી ગામે રહેતા સૈયદ અબ્બાસ હુસેનઅલી બુખારી ઉર્ફે બાપુડી મહમદસાદીક હુસેનઅલી બુખારી, કાજમઅલી હુસેનઅલી બુખારીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગઈકાલે સવારે સાતેક વાગ્યે હું અને અમારી કચેરીના માઇન્સ સુપરવાઈઝર હિતેન્દ્રસિંહ રાયજાદા, સિક્યોરિટી ગાર્ડ મુકેશભાઈ કાંતિલાલ જોષી ત્રણેય ખનીજ ચોરી અંગેના ચેકિંગમાં નીકળ્યા હતા ત્તયારે રાજસ્થળી ગામની શેત્રુંજી નદીમાં બે ડમ્પર,એક લોડર અને જેસીબીથી ખોદકામ કરવામાં આવતું હોવાનું જોવા મળતા ત્યાં ગયા હતા દરમિયાન સૈયદ અબ્બાસ હુસેનઅલી બુખારી ઉર્ફે બાપુડી, મહમદસાદીક હુસેનઅલી બુખારી, કાજમઅલી હુસેનઅલી બુખારી ત્રણેય મોટરસાઈકલમ આવી સિક્યોરિટી ગાર્ડ મુકેશભાઈને ગાળો આપી આ લોડર અને ડમ્પર અમારા છે, તું અમારી પાછળ પડી ગયો છો, આજે તને પૂરો જ કરી નાખવો છે કહી ઢીકાપાટુનો મારમારતા અમે દોડીને જતા ત્રણેય શખસો મોટરસાઈકલમાં બેસી ભાગી ગયા હતા દરમિયાન જેસીબી, લોડર અને ડમ્પરો પણ હંકારી જતા સ્થળ પરથી રેતી ચારવાના ચારણા કબ્જે કયર્િ હતા.
પોલીસે ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે બીએનએસની કલામ .221, 132, 121(1), 303(2), 352, 351(2), 54 તથા એમએમઆરડી એક્ટ 1957 ની ક.21, 4(1), 4(1)(એ) મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News