રક્તદાન કેમ્પ-ગૌમાતાને ઘાસ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે
અયોધ્યા ખાતે શ્રી રામચંજી ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ ગયેલ હોય ત્યારે રધુવંશી સમાજમાં ખુશાલીનો અનેરો થનગનાટ વ્યાપેલ છે અને આ તકે આગામી ચૈત્ર સુદ -9, બુધવાર તા. 17-04-ર0ર4 ના રોજ રધુવંશી સમાજ દ્વારા પરમ કૃપાળુ મયર્દિા પુરૂષ્ાોતમ ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કૃપાથી તેમજ સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાના અનરાધાર આશિષ્ાથી ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટય મહોત્સવ (રામનવમી) પરંપરાગત રીતે ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ સમિતિ દ્વારા આયોજીત તથા શરદકુમાર કલ્યાણજી વસંત, જયશ્રીબેન શરદકુમાર વસંત તથા કિંજન શરદકુમાર વસંતના સહયોગથી રામનવમીના પારણા અંતર્ગત ચૈત્ર સુદ - 10, ગુરૂવાર તા. 18-04-ર0ર4 ના રોજ ‘લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન (નાત)’ નું આયોજન સુનિશ્ર્ચત કરવામાં આવેલ છે. આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રામનવમીના દિવસે તા. 17 એપ્રિલને બુધવારના રોજ સવારે 7-30 કલાકે લીમડા લાઈન, જામનગર ખાતે આવેલ પાંજરાપોળમાં ગૌમાતાને ધાસ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે.
આ ઉપરાંત તા. 18 એપ્રિલને ગુરૂવારના રોજ સાંજે 6-00 થી 7-00 કલાકે શારશ્ર્વત બ્રાદ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન તેમજ સાંજના 7-00 થી 10-00 વાગ્યા સુધી ‘અયોધ્યાનગરી’ એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે રધુવંશી સમાજનું જ્ઞાતિ ભોજન (નાત) યોજવામાં આવેલ છે. જેમાં લોહાણા જ્ઞાતિના સ્વયંસેવક ભાઈઓ તથા બહેનોને સમૂહ જ્ઞાતિ ભોજન (નાત) માં સેવાકાર્યની ફાળવણી સાંજે 4-00 કલાકે કરવામાં આવશે. તદઉપરાંત બલ્ડ ડોનેશન કેમ્પ પણ તા. 18-04-ર0ર4 ના સાંજે 4-00 થી 9-00 દરમ્ય્ાાન સમૂહ જ્ઞાતિ ભોજનના સ્થળે રાખેલ છે.
ઉપરોક્ત તમામ કાર્યક્રમો દબદબાભેર ઉજવવા શ્રી રામચંદ્ર પ્રાગટય મહોત્સવ સમિતિના સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી (સાબુવારા), મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનીલભાઈ ગોકાણી, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, રાજુભાઈ હિંડોચા, મનીષ્ાભાઈ તન્નાના નેજા હેઠળ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ તમામ કાર્યક્રમોમાં સમસ્ત લોહાણા સમાજને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા શ્રીરામચંદ્ર પ્રાગ્ટય મહોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે તેમજ લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન પ્રસંગે બપોર બાદ રધુવંશી વેપારીઓ/વ્યવસાયકારોને પોતાના ધંધા/વ્યવસાયમાં રજા રાખી ઉત્સવમાં જોડાવવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech