સાંસદ, ધારાસભ્ય, જામ્યુકોના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને સફળતા: વિવિધ વિકાસના કામો માટે અનુદાન વપરાશે
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે જામનગર સહિત ચાર મહાનગરોને નગરપાલિકાની કુલ રુા. ૧૪૧૩ કરોડ ફાળવ્યા છે અને જામનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસના કામો માટે રુા. ૧૭૭.૯૭ કરોડ ફાળવાયા છે, આમ શહેરના વિકાસના કામોને વેગ મળશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાપાલિકા રુા. ૧૭૭.૯૭ કરોડ, સુરતને ૧ર કરોડ, ગાંધીનગરને ૧૦૧ કરોડ અને અમદાવાદને ૧૮૦.૬૪ કરોડ ફાળવાયા છે, ઉપરાંત ૧પ૭ નગરપાલિકાને અને ૩ અર્બન ઓથોરીટીને પણ ગ્રાન્ટ ફાળવાય છે, જામનગરના વિકાસ કામ માટે આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડો. વિમલ કગથરા, નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા એ રજૂઆત કરી હતી અને જામનગરને વધુ કામ મળે એ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જામનગરને વધુ અનુદાન ફાળવો, જેમાં તેને સફળતા મળી હતી.
મુખ્યમંત્રી એ પાણી પૂરવઠાના કામ માટે આઉટગ્રોથના કામો શહેરી સડક યોજના, જનભાગીદારીના કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સીસી રોડ, ડ્રેનેજ પેવર બ્લોકના કુલ ૭૮૯ કામ માટે રુા. ૧૮૦.૬૪ કરોડ, ઓડા, સુડા, રુડાના કામ માટે રુા. ૪પ૧.ર૬ કરોડ ફાળવવામાં આવ્યા છે.
૧પ૭ નગરપાલિકામાં અ વર્ગને રર નગરપાલિકાને ૧૦૧ કરોડ, બ વર્ગની ૩૩ નગરપાલિકાને ૮૦ લાખ, ક વર્ગની ૬૦ નગરપાલિકાને ૬૦ લાખ, ડ વર્ગની ૪પ નગરપાલિકાને ૪૦ લાખ ફાળવવામાં આવ્યા છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની કેટલીક નગરપાલિકાઓનો સમાવેશ થાય છે, આમ જામનગરને સરકારે રુા. ૧૭૭.૯૭ કરોડની માતબર રકમ ફાળવતા હવે વિકાસ કામોને વેગ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMઅમેરિકામાં ટ્રક ચલાવવું હોય તો અંગ્રેજી શીખવી પડશે... રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
April 29, 2025 07:35 PMદર વર્ષે બદલો છો નોકરી તો થઈ જજો સાવધાન! નહીંતર આવી શકે છે ઈન્કમ ટેક્સની તવાઈ
April 29, 2025 07:25 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech