Video :ટીમ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સનું થશે ગ્રાન્ડ વેલકમ : ફોર્ચ્યુન હોટેલ ખાતે ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિની થીમ પર પોસ્ટર લાગ્યું, ગુજરાતી ભાણું પણ પિરસાશે

  • September 23, 2023 04:11 PM 

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 27મી સપ્ટેમ્બરના રોજ વન-ડે મેચ રમાઈ રહ્યો છે. જેને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ તો ત્રણ વર્ષ બાદ વન ડે મેચ રમવામાં આવશે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના બંને ખેલાડીઓ આગામી તારીખ 25મીએ રાજકોટ આવી પહોંચશે અને ત્યારબાદ 26 તારીખે પ્રેક્ટિસ સેશન રાખવામાં આવ્યું છે. બંને ટીમના આગમનને લઈને તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયા શહેરની સયાજી હોટેલ ખાતે રોકાશે જ્યારે કે ટીમ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ફોર્ચ્યુન હોટલ ખાતે રોકાણ કરશે.   


ટીમ ઇન્ડિયાના ક્રિકેટરોને આવકારવાની સાથે ટીમ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોને આવકારવા માટે પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ફોર્ચ્યુન હોટેલ ખાતે ટીમ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે. ગુજરાતી પરંપરા મુજબ ક્રિકેટરોનું સ્વાગત થશે. આ સાથે હોટેલના મેઈન ગેટ પાસે જ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ મુજબનું પોસ્ટર "વેલકમ ટીમ ઓસ્ટ્રેલિયા" સાથેનું લગાવવામાં આવ્યું છે. તો હોટેલની અંદર પણ ઓસ્ટ્રેલિયા ટીમના ક્રિકેટરોના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ખાસ ખેલાડીઓને પ્રેસિડેન્સીયલ સ્વીટ રૂમ કેપ્ટનને આપવામાં આવ્યો છે.


આ સાથે જ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ખેલાડીઓ ગુજરાતી સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે ગુજરાત ટુરીઝમનું જાહેરાતનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે. તેમજ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ટીમના ખેલાડીઓને ગુજરાતી ભાણું પીરસવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો માટે ટાઇટ સિક્યુરિટી પણ ગોઠવવામાં આવી છે.


ઓસ્ટ્રેલીયાની ટીમ જ્યાં રોકાવવાની છે તે ફોર્ચ્યુન હોટેલ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સ્ટેડીયમમાં બંને ટીમના ખેલાડીઓ અને ઓફિસર્સ માટે ભોજન પિરસાશે. જયારે ઓસ્ટ્રેલીયન ટીમના મળેલા ડાયેટ પ્લાન મુજબ ભોજન પીરસવામાં આવશે. સાથે જ વેગન ફૂડ, અલગ-અલગ પ્રકારના ફળો પણ રખાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application