જામકંડોરણામાં ૩૫૧ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાયો

  • February 03, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણા ખાતે સરદાર પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા સ્વ.વિઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં ૩૫૧ દિકરીઓના સમુહ લગ્નોત્સવની યોજાયો હતો ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજીત આ સમુહલગ્નોત્સવમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના રાજકીય, સામાજિક મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ અને આશરે દોઢેક લાખ લોકોની હાજરીમાં આ દિકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી.
​​​​​​​
જામકંડોરણા ખાતે બુધવારે સાંજે દાંડિયારાસનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વર કન્યા પક્ષના તમામ લોકો અને પાંચ હજાર જેટલા સ્વયંસેવકો જોડાયા હતાં. મોડીરાત સુધી દાંડિયારાસની રમઝટ બોલી હતી. જ્યારે આજે સાંજે ચાર વાગ્યે એક સાથે ૩૫૧ જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા. આ માટે સાસણગીરની તમામ ખુલ્લી જીપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર, ડી.જે., બેન્ડવાજા તથા ૧૦૦ જેટલા ઢોલીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
જ્યારે લગ્નોત્સવની દિપ પ્રાગટ્ય વિધી માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વસંતભાઈ ગજેરા (લક્ષ્મી ડાયમંડ-સુરત), રમેશભાઈ ગજેરા (ભક્તિગૃપ સુરત), પરસોતમભાઈ ગજેરા (સોમનાથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર-સુરત), રાજુભાઈ હિરપરા (પ્રમુખ સૌ. લેઉવા પટેલ સમાજ નાથદ્વારા) તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ ઠેસિયા સહિત અનેક અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવો હાજર રહ્યા હતા.


રાજાશાહી થીમ ઉપર શાહીસમિયાણો

૭૫ વિઘા જમીનમાં મંડપ અને શાહીસમિયાણો બાંધવામાં આવ્યો છે. પાંચ હજાર જેટલા કાર્યકરો વ્યવસ્થા માટે તૈનાત રાખવામાં આવ્યા છે. એક સાથે દોઢ લાખ જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર સમિયાણો રાજાશાહી થીમ ઉપર તૈયાર કરવામાં આવેલ હોય જામ કંડોરણામાં એક મોટા ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.


૧૨૧ ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ

સમુહ લગ્નમાં જોડાનાર દિકરીઓને ફ્રીઝ, લાકડાના બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, સોનાના દાણા નંગ-૪, ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ ૧૨૧ ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આપવામાં આવી હતી. આ સમુહ લગ્નોત્સવ માટે દાતાઓએ મનમુકીને દાન આપવામાં આવ્યું હતું . આ સમુહ લગ્નોત્સવમાં પ્રથમ વખત ૩૫૧ દિકરીઓ લગ્ન જીવનના તાંતણે બંધાવા જઈ રહી હોય વર અને કન્યા બન્નેપક્ષના ગમે તેટલા લોકોને આવવાની છુટ આપવામાં આવી હતી જેમના કારણે ટ્રાફિકજ ના દ્રશ્ય સર્જાયા હતા અંદાજે દોઢ લાખથી વધુ જેટલા લોકો ઉમટીયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application