સરકારી અધિકારીને સરકારી ગેસ્ટ હાઉસ કે અન્ય સ્થળે બોલાવી શકાશે નહીં

  • March 29, 2024 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી દેવાઇ છે અને આચારસંહિતા લાગુ છે ત્યારે મંત્રીઓ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઇપણ રીતે દુરુપયોગ ન કરે કે સરકારી અધિકારીને રાજકીય હેતુ માટે બોલાવી શકે નહીં તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ગાઇડ લાઇન જાહેર કરી છે. મંત્રીઓ માટેની સૂચનાઓનું ઉલ્લ ંઘન ફક્ત આદર્શ આચારસંહિતાનું જ નહીં પરંતુ તેને ચૂંટણી પંચની સત્તાઙ્ગું પણ ગંભીર ઉલ્લ ંઘન તરીકે જાહેર કરાશે અને તે માટે ગંભીર શિક્ષા કરી શકાશે તેમ પણ જણાવાયું છે. આમાં ખાસ કિસ્સામાં જેમકે કુદરતી આપદા કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બને તેવા સંજોગોમાં મુક્તિ આપવામાં આવી છે.
​​​​​​​
સામાન્ય ચૂંટણીઓ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓના પ્રવાસ સંબંધી ઇલેકશન કમિશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ચૂંટણીની જાહેરાતથી લઇને તે પૂર્ણ થાય.આચારસંહિતા દરમિયાન સરકારી અધિકારીને ગેસ્ટ હાઉસ કે અન્ય કોઇ સ્થળે નહીં બોલાવવા મંત્રીઓને તાકીદ કરવામા આવી છે.
ત્યાં સુધી કમિશને જે મતદાર વિભાગની ચૂંટણીની જાહેરાત કરી હોય તેવા કોઇપણ મતદાર વિભાગમાં સત્તાવાર મુલાકાત લઇ શકશે નહીં. તે સાથે કોઇપણ મંત્રી રાજ્યના ચૂંટણી સાથે સંકળાયેલા કોઇપણ અધિકારીને કોઇપણ સરકારી સત્તાવાર કામગીરીની ચર્ચા માટે મતદાર વિભાગની બહારના કોઇ સ્થળ, ઓફિસ ગેસ્ટ હાઉસમાં બોલાવી શકશે નહીં. મંત્રીઓ સરકારી વાહનોનો ઉપયોગ પોતાના મુખ્ય મથકમાં મહત્તમ નિવાસ સ્થાનથી કચે૨ી સુધી સરકારી કામ માટે જ ઉપયોગમાં લઇ જવા માટે હકદાર રહેશે પરંતુ ચૂંટણીના કે રાજકીય પ્રવૃતિ માટે તેનો ઉપયોગ કરી શકશે નહીં.આ સિવાય રાજ્ય સરકારના મંત્રીઓ તેમના વાહનનો ઉપયોગ ફક્ત તેમના નિવાસસ્થાન થી કચેરી જવા સુધી જ કરી શકશે આ સિવાય મતવિસ્તારમાં તેઓ તેમની સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. અપવાદમાં મંત્રી કે મુખ્યમંત્રી જ્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ન જળવાઇ હોય કે કુદરતી આપત્તિની પરિસ્થિતિ તેમજ અન્ય કોઇ કટોકટીનો પ્રસંગ હોય તો તેની સમીક્ષા કે બચાવ કામગીરી માટે મુલાકાત લઇ શકશે કે અધિકારીને બહારના સ્થળે બોલાવી શકશે. કમિશનની ભૂતકાળની સૂચનામાં ચૂંટણી દરમિયાન પક્ષની ચૂંટણી ઝુંબેશમાં ભાગ લેવાના ગુપ્ત ઇરાદાથી સત્તાવાર મુલાકાતના દેખીતા હેતુ માટે ગેસ્ટ હાઉસ અને અન્ય સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના તંત્રનો દુરુપયોગ કર્યો હોવાનું પણ નોંધાયું છે. પંચે સ્પષ્ટ તાકીદ કરી છે કે આ સૂચનાના ઉલ્લ ંઘનની ગંભીર નોંધ લેવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application