રાજકોટના ૪૨ વર્ષીય સોની વેપારીનું સુરતના વરાછામાં હાર્ટએટેકથી મોત થયું હતું જયારે સરધારમાં વૃધ્ધા ઘરે બેભાન થઈ જતા દમ તોડો હતો. જયારે અન્ય બે બનાવમાં લોધીકાના ખીરસરા નજીક આનદં આશ્રમના મહતં અને કનકનગરના આધેડનું હાર્ટ એટેકથી મોત થયું છે.
બનાવની પ્રા વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર રામેશ્વર મંદિર સામે આવેલી શ્રી હરિદર્શન સોસાયટીમાં રહેતા સોની વેપારી ચેતનભાઈ પ્રફુલચદ્રં રાણપરા (ઉ.વ.૪૨) નામના યુવક સુરતના વરાછામાં આવેલી સગુન હાઈટસમાં હતા ત્યારે બેભાન થઈ જતા ૧૦૮ને જાણ કરી હતી યાં તેમને મૃત જાહેર કર્યા હતા પરિવારજનો મૃતદેહને પીએમ માટે એમ્બ્યુલસ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલએ લાવતા હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ. જીેશભાઈ માંએ જરી કાગળો કર્યા હતા.
મૃતકને સોની બજારમાં સવજીભાઈની શેરીમાં સોની કામની દુકાન છે અને બે ભાઇમાં મોટા હતા. સંતાનમાં બે પુત્ર છે. પોતે હવેલી ધર્મમાં માનતા હોવાથી સુરતના વરાછામાં હવેલીના મુખ્યાજીના ઘરે પ્રસંગમાં બંને ભાઈઓ ગયા હતા યાં તેમને હાર્ટએટેકનો હત્પમલો આવતા જીવલેણ સાબિત થયો હતો, બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
બીજા બનાવમાં સરધારમાં રાણીચોક હવેલી શેરીમાં રહેતા કાંતાબેન બાબુભાઇ પનારા (ઉ.વ.૭૨)નામના વૃધ્ધા સાંજે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં તેમને મૃત જાહેર કરી હાર્ટએટેક આવી ગયાનું જણાવ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસ ને કરતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
ત્રીજા બનાવમાં લોધિકાના ખીરસરા ગામ નજીક નીલકઠં આશ્રમમાં રહી સેવા પૂજા કરતા મહતં ગુલાબનાથ વસંતનાથ રાઠોડ (ઉ.વ.૬૪) નામના પ્રૌઢ સાંજે આશ્રમમાં હતા ત્યારે બેભાન થઇ ઢળી પડતા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી મેટોડા પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
ચોથા બનાવમાં સંતકબીર રોડ પરના કનકનગરમાં રહેતા રતિલાલ રામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૪) નામના આધેડ ગઈકાલે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા યાં તેમને સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. મૃતક ઇમિટેશનનું કામ કરતા હતા અને સંતાનમાં બે પુત્રી છે. પોતે ત્રણ ભાઈ નાના હતા. આધેડને હાર્ટ એટેક આવી ગયાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech