રાજકોટમાં રવિવારના રાત્રિના ચાર શખસોની લૂંટા ટોળકીએ દોઢ કલાકમાં આતકં મચાવી દીધો હતો. યુવાનની હત્યાનો પ્રયાસ અને બે સ્થળે લુંટ અને બે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા હતાં.આ અંગે બી ડિવિઝન પોલીસ અને એલસીબી ઝોન–૧ ની ટીમે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં સગીર સહિત અન્ય ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતાં.પોલીસે જણાવ્યું હતું આ શખસો પર લુંટનુ ઝનુન સવાર હોય સામે કોઇપણ એકલું મળે તેની લુંટી લેવાના ઇરાદા સાથે નિકળ્યા હતાં.પોલીસે આ શખસોની આગવી ઢબે સરભરા કરી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી લુંટનો તમામ મુદામાલ કબજે કર્યેા હતો.
લૂંટા ટોળકીએ રવિવાર રાત્રીના આતકં મચાવી સૌપ્રથમ રાત્રિના નવ વાગ્યે ભગવતીપરા રેલવે ટ્રેક પાસે હાર્દિક ચૌહાણ નામના યુવાન પર ખુની હત્પમલો કર્યેા હતો બાદમાં ૧૦:૩૦ વાગ્યા આસપાસ જુના યાર્ડ નજીક ગાર્ડન રેસ્ટોરન્ટ પાસે પાણીપુરીના ધંધાર્થી દિપક નિશાદને આંતરી રોકડ રકમ અને પાકીટ લૂંટી લઈ તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો બાદમાં અહીં જ અન્ય યુવાન હિતેશભાઈ ડાંગરને પણ લૂંટી લીધો હતો બાદમાં આ ટોળકીને એકત્ર થયેલા લોકોએ પકડવાની કોશિશ કરતા અમિતભાઈ ખોયાણી નામના યુવાનને પડખામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.
આરોપીઓ પૈકી સની ઉર્ફે ચડીયો કનુભાઈ ઉધરેજીયા(ઉ.વ ૨૧ રહે. ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે રાજકોટ) ને લોકોએ ઝડપી લીધો હતો.જયારે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરીમાં પીએસઆઇ જે.આર.સોલંકી અને એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા ટીમે ગણતરી કલાકોમાં અન્ય ત્રણ આરોપીઓ સાગર સામજીભાઇ ઉઘરેજીયા(ઉ.વ ૧૮ રહે.ભગવતીપરા), શિવરાજ વિનુભાઇ ઉધરેજીયા(ઉ.વ ૨૧ રહે.ગ્રીન લેન્ડ ચોકડી,લાલપરી તળાવ પાસે) અને આ જ વિસ્તારમાં રહેતા એક સગીરને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીઓ પાસેથી લુંટનો તમામ મુદામાલ કબજે કર્યેા હતો.આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબજે કરવામાં આવી હતી.આરોપીઓ પૈકી શિવરાજે રેલવે ટ્રેક પાસે યુવાનને છરીના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતાં.પોલીસે જણાવ્યું હતું કે આ શખસો પર લુંટનુ ઝનુન સવાર હોય સામે કોઇપણ એકલું મળે તેની લુંટી લેવાના ઇરાદા સાથે નિકળ્યા હતાં.આ શખસોએ નશો પણ કર્યેા હોવાની શંકા સેવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech