રાજકોટની ભાગોળે નવાગામ આણંદપરમાં સોખડા રોડ પર આવેલા મુરલીધર ટ્રાન્સપોર્ટના ગોડાઉન બહાર પડેલા બે બેગ જેમાં ૨૪ પાર્સલ હોય રાત્રિના ઇકો કારમાં આવેલા અજાણ્યા શખસો અહીં કામ કરનાર કર્મચારીની નજર ચૂકવી આ પાર્સલ ચોરી કરી ગયા હતા. જેમાં પિયા ૨૭,૬૩૫ ની કિંમતનો સામાન હોય ચોરીની આ ઘટના અંગે ગોડાઉન માલિક દ્રારા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીમાં રહેતા અનિલભાઈ દેવરાજભાઈ ડાંગર(ઉ.વ ૩૦) નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને છેલ્લા સાત વર્ષથી સોખડા રોડ પર રઘુવંશી વેબ બ્રિજની બાજુમાં નવાગામ આણંદપર ખાતે જય મુરલીધર ટ્રાન્સપોર્ટ નામની પેઢી આવેલી છે. જેમાં તેઓ ત્રણ ભાઈઓ વહીવટ કરે છે. અહીં ટ્રાન્સપોર્ટમાં ઓનલાઇન શિપિંગ ડીલેવરીનું સમગ્ર સૌરાષ્ટ્ર્રનું કામકાજ ચાલે છે અને અહીં ૨૦ વ્યકિતઓ કામ કરે છે.
ગત તારીખ ૨૯ ૧ ના રાત્રીના અઢી વાગ્યાના અરસામાં અહીં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નાઈટ શિટમાં કામ કરનાર હરેશભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા ગોડાઉનમાં અજાણ્યા માણસો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને મારી નજર ચૂકવી ડિલિવરીના બે પાર્સલની ચોરી કરી ગયા છે. જેથી વહેલી સવારે આઠેક વાગ્યે ફરિયાદી અહીં પોતાની ઓફિસે જઈ સીસીટીવી કેમેરા ચેક કરતા ગોડાઉનના ઓટા પાસેથી એક અજાણ્યો શખસ બેગ લઈને ભાગતો જોવા મળ્યો હતો અને ગ્રે કલરની ઇકો ગાડી પાસે ભાગીને બેસી જતો નજરે પડો હતો જે ગાડી ના નંબર જીજે ૩જેસી ૩૯૧૨ હોવાનું સીસીટીવી ફટેજમાં નજરે પડું હતું. આમ આ શખસોએ અને ગોડાઉનમાંથી ૨૪ પાર્સલ જેની કિંમત પિયા ૨૭,૬૩૫ છે તે ચોરી કરી ગયા અંગેની આ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ સીસીટીવી ફટેજના આધારે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech