જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલી વાડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે જામજોધપુર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહીત નવ જુગારીઓને ઝડપી લઈ, મોબાઈલ, રોકડ અને બે કાર મળી ,૧૫.૮૯ લાખનો મુદામાલ કબ્જે કર્યેા હતો. દરોડા દરમિયાન વાડી માલીક અને તેની સાથેનો શખ્સ ભાગી જતા બંનેને ફરાર જાહેર કરી ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામની સીમમાં બહાદુર ઉર્ફે ભલો કરશન પરમાર પોતાની વાડીએ માણાવદરના ઇન્દ્રા ગામના પ્રતાપસિંહ જસવતં સિંહ ડોડીયા સાથે મળી પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીન પતીનો મોટો જુગાર રમાડી રહ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે જામજોધપુર પોલીસે દરોડો પાડી દેવાયત કુંભા આંબલીયા (રહે–હંજડાપર, તા.જામખંભાળિયા), રણજીતસિંહ દેવીસિંહ રાઠોડ (રહે–પટેલ કોલોની જામનગર), હરદાસ કરશન ડાંગર (રહે–બાલકૃષ્ણ નગર,માણાવદર), ધરમણ ઉકા જીલરીયા (રહે–આખા ગામ.તા.વંથલી), મિલન અશ્વિન ડવ (રહે–ગાયત્રી મંદિર પાસે માણાવદર), ઇબ્રાહિમ ઓસમાણ સાંધ (રહે–ટીકર ગામ, તા.વંથલી), હેતલબેન જગદીશ ગોસાઈ (રહે–માધવનગર,ઉપલેટા), સરોજબેન વિજયસિંહ જાડેજા (રહે–યોગેશ્વર ધામ, હાપા,જામનગર), જયાબેન કરશન વદર (રહે–રાણાવાવ)ને ઝડપી પાડી રોકડ, ૧,૦૮.૦૦૦, મોબાઈલ નંગ–૯, બે કાર મળી કુલ . ૧૫,૮૯,૦૦૦નો મુદામાલ કબ્જે કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન જુગાર સંચાલક પ્રતાપસિંહ જસવતં સિંહ ડોડીયા અને વાડી માલીક બહાદુર ઉર્ફે ભલો કરશન પરમાર નાસી જતા બંનેની શોધખોળ હાથ ધરી છે.આ કાર્યવાહી જામજોધપુર પીઆઈ વાય.જે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પો.કોન્સ.નવલભાઈ આસાણી, મયુરસિંહ જાડેજા, કૃણાલભાઈ હાલા, દિલીપસિંહ જાડેજાની બાતમીના આધારે કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech