ખોડિયાર કોલોનીમાં ફર્નિચરની દુકાનમાં શટર ઉચકાવી રૂ. દોઢ લાખની રોકડની ચોરી

  • April 03, 2024 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તસ્કર રાજ:


જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં મયુર કોમ્પલેક્ષ સ્થિત ફર્નિચરની દુકાનમાં ગત રાત્રે  ચોરી થઈ છે. આ દુકાનના શટરનું તાળુ તોડી  તસ્કરો કાઉન્ટરમાંથી રૂપિયા દોઢેક લાખ ની રકમ ચોરી કરી લઇ ગયા હતા. 


જામનગરના ખોડિયાર કોલોની  વિસ્તારમાં આવેલા મયુર કોમ્પલેક્ષ સ્થિત ડેકોરા ફર્નિચર નામની દુકાનમાં ગત રાત્રે  કોઈ તસ્કરો  દુકાનના શટરનું તાળુ તોડી શટર ઉંચકાવી અંદર પ્રવેશ્યા હતા અને કાઉન્ટર નાં  ખાના નું  લોક તોડી નાખી અંદરથી રૃપિયા દોઢેક લાખ ની રોકડ રકમ નો ચોરી કરી લઇ ગયા હતા. આજે સવારે દુકાન સંચાલક ને ચોરી ની જાણ થતાં તેણે પોલીસને જાણ  કરી હતી.આથી   પોલીસ  ટૂકડી તપાસ માટે દોડી ગઈ હતી. ઉપરાંત એલસીબી ની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.


તસ્કરો દુકાનનાં  સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આથી પોલીસે તેના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ ખોડીયાર કોલોની માંજ બે દુકાન મા ચોરી થવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application