રાજકોટ ખાતે મહેર સમાજ દ્વારા નુતન વર્ષનું સ્નેહ મિલન યોજાયુ હતુ જેની સાથોસાથ તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવી નોકરી મેળવનારા યુવક-યુવતીઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.
સમસ્ત મહેર સમાજ રાજકોટ આયોજિત નુતન વર્ષ સ્નેહમિલન -૨૦૨૪નું જીવાભાઇ છગનભાઇ પરમાર મહેર સમાજ, ક્રાઇસ્ટ કોલેજની સામે, મુંજકા ચોકડી, નવો ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે અધિક કલેકટર જીતેન્દ્રભાઇ વદરના અધ્યક્ષસ્થાને તેમજ ડી.વાય.એસ.પી. મુળુભાઇ ગોઢાણીયાના પ્રમુખ સ્થાને આયોજન કરવામા આવેલ હતું.
સૌ એકબીજાને મળી શકે, ધંધા, નોકરીઓ અને જુદા જુદા વ્યવસાય કરતા લોકો એકબીજાના સંપર્કમાં આવે, પારિવારિક ભાવના વધે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી શકીએ એવા આશયથી સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજકોટમાં અને રાજકોટની આસપાસ વસતા મહેર સમાજના પરિવારોના સંતાનો ધોરણ ૧૦-૧૨ અને ઉચ્ચ અભ્યાસની ડિગ્રીઓમાં ૮૦ ટકા ઉપર વર્ષ ૧૯૨૪માં અને સરકારી નોકરીયાતો (વર્ગ ૧ થી ૪) રાજકોટમાં નવી નિમણૂંક પામેલા હોય અને બહારના સ્થળોથી બદલી થઇને રાજકોટમાં આવેલા હોય તેમનું સન્માન કરવામાં આવેલ હતુ. અને જીતુભાઇ માકડ દ્વારા મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા તથા નવા જૂના ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ માણવામાં આવેલ હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધુ હતુ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech