મહિલા મિત્રની સાથે ભગુડા ફરવા જવાનું કહી કન્ટ્રકશનના ધંધાર્થીની થાર મિત્રએ વેચી નાખી

  • September 19, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મવડી વિસ્તારમાં રહેતા કન્ટ્રકશનના ધંધાર્થી યુવાન પાસેથી શ્રી હરિ સોસાયટીમાં રહેતો તેનો મિત્ર ક્રી મિત્ર સાથે તેને ભગુડા જવું હોય તેમ કહી ૧૭ લાખની થાર લઈ ગયો હતો. બાદમાં તે પરત ફર્યેા ન હતો. વોટસએપકોલ માં તેણે યુવાનને કહ્યું હતું કે, મેં તારી ગાડી વેચી નાખી છે. આજદિન સુધી તેનો પતો લાગ્યો ન હોય યુવાને આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરના મવડી ચોક પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને કન્ટ્રકશનના ધંધાર્થી મયુરભાઈ મોહનભાઈ માલા(ઉ.વ ૨૭) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મવડી વિસ્તારમાં જીથરીયા હનુમાનની પાછળ શ્રી હરિ સોસાયટી શેરી નંબર ૭ માં રહેતા પોતાના મિત્ર ભરત ઉર્ફે લાલો વલ્લભભાઈ કુંભારવાડીયાનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાસે ૨૦૨૩ ના મોડલની થાર કાર નંબર જીજે ૩ એનબી ૪૨૭૫ છે. ગત તારીખ ૧૫ ૮ ના તેનો મિત્ર ભરત ઉર્ફે લાલો બપોરના સમયે તેની મહિલા મિત્ર અંકિતા પટેલ (રહે. સુરત) સાથે અહીં આવ્યો હતો અને તેણે યુવાનને કહ્યું હતું કે પોતાને ભગુડા ફરવા જવાનું છે જેથી કાર માંગી હતી અને કાર એક જ દિવસમાં પરત આપી દેશે તેવી વાત કરી હતી. ભરત યુવાનનો મિત્ર હોય જેથી તેણે પોતાની થાર તેને આપી હતી.
બાદમાં ભરતને ફોન કરતા તેનો ફોન બધં આવતો હતો રાત્રિના યુવાન ભારતના ઘરે જતા તેના નાનાભાઈ કિસને જણાવ્યું હતું કે, હજુ સુધી તે ઘરે આવ્યો નથી જેથી ભરતની મહિલા મિત્ર અંકિતાને ફોન કરતા અને ભરત વિશે પૂછતા તેણે કહ્યું હતું કે, ભરત અહીં સુરત આવ્યો છે બીજા દિવસે પણ ભરતનો કોઈ સંપર્ક થયો ન હતો જેથી યુવાનનો નાનો ભાઈ મિલન સુરત તપાસ કરવા જતા ભારતનો સંપર્ક થયો ન હતો. ત્યારબાદ ભારત સાથે વોટસએપ કોલમાં વાત થઈ હતી ત્યારે ભરતે કહ્યું હતું કે,તેણે થાર ગાડી વેચી દીધી છે જેથી યુવાને કહ્યું હતું કે કાર મારી માલિકીની છે ઓરીજનલ ડોકયુમેન્ટ મારી પાસે છે મારી પરવાનગી વગર તું કારના વેચી શકે. જેથી ભરતે કહ્યું હતું કે થાર ગાડી મેં વેચી દીધી છે તે પરત આવશે નહીં બાદમાં યુવાને ભરતનો સંપર્ક કરવા કોશિશ કરી હતી પરંતુ આજદિન સુધી તેનો કોઈ સંપર્ક થયો ન હતો.બાદમાં તેણે પિયા ૧૭ લાખની કિંમતની થાર ગાડી વિશ્વાસઘાત કરી લઈ જઈ મિત્રએ વેચી નાખી હોય આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application