રાણાકંડોરણાની કુમારશાળા ખાતે નિ:શુલ્ક બ્લડ ગૃપિંગ કેમ્પ યોજાયો હતો.
પોરબંદરની શ્રી રામ એજયુકેશન એન્ડ મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાણાકંડોરણાની પી.એમ.શ્રી પે.સેન્ટર કુમારશાળા ખાતે નિ:શુલ્ક બ્લડ ગૃપિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર જિલ્લામાં બ્લડ બેન્ક અન્વયે કામ કરતી શ્રી રામ એજ્યુકેશન મેડિકલ ચેરિટીબલ ટ્રસ્ટના સહયોગ અને સૌજન્યથી શાળાના તમામ ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓના બ્લડનું સેમ્પલ લઇ બ્લડ ગ્રુપ નક્કી કરવામાં આવ્યુ હતુ. ટ્રસ્ટમાં કામ કરતા કો-ઓર્ડીનેટર જયપાલ જેઠવાના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.આજના સમયમાં આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ અને સાવચેતી જરી છે.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં જ જો નાનપણ થી આરોગ્ય ક્ષેત્ર વિષે માહિતી અને જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવે તો ભવિષ્યમાં બાળક પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરશે.તેનો લાભ દેશના સારા નાગરિક તરીકે મળશે.શાળાના તમામ બાળકોના બ્લડ ગ્રુપ નક્કી કરી તેને કાર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ તકે પી. એમ. શ્રી પે સેન્ટર કુમાર શાળા પરિવાર રાણાકંડોરણા શ્રી રામ એજ્યુકેશન મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ-પોરબંદરનો આ તકે ખુબ આભાર પ્રગટ કરે છે. ભવિષ્યમાં પણ ટ્રસ્ટના સેવાકાર્યોમાં સહકાર અને મદદ માટે તત્પર રહેવા પ્રતીબ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનોખી કામીગીરી: દારૂ નહીં સાયલેન્સર પર રોડ રોલર ફેરવાયું
January 23, 2025 03:06 PMજૂનાગઢમાં PSIની દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત
January 23, 2025 03:03 PMમાધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર માટે નોર્થ ઝોન બનશે
January 23, 2025 02:54 PMસુરત બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં દોડ લગાવ્યા બાદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, મિત્રના ઘરે જઈ ઢળી પડ્યો
January 23, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech