મહુવા ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલી ઈકો કારની ઝડપાઈ

  • September 16, 2024 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દારૂનો જથ્થો ભરેલી એક ઈકો કાર મહુવા ચોકડી પાસેથી પસાર થવાની છે તેવી બાતમી વ મળતા દાઠા પોલીસે વોંચ ન ગોઠવી આ શખ્સને ચોકડી પાસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, પોલીસને જોઇ બૂટલેગર કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની ઝડતી લેતા તેમાંથી વિદેશી - દારૂની ૪૮૦ બોટલ મળી આવી હતી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ દાઠા પોલીસને બાતમી મળી હતી કે, સથરા ગામમાં રહેતો અજયસિંહ ઘનશ્યામસિંહ વાળા નામનો શખ્સ ઇકો કારમા દારૂ ભરીને દાઠા મહુવા ચોકડી પાસેથી પસાર થવાનો છે એટલે પોલીસે વોંચ ગોઠવી હતી. પરંતુ પોલીસને જોઈ આરોપી ફરાર થઈ ગવો હતો. પોલીસે કારની ઝડતી લેતા તેમાંથી રૂા.૭૬,૭૦૦ની કિંમતની વિદેશી દારૂની ૪૮૦ બોટલ મળી આવતા પોલીસે રૂા.૨,૫૦,૦૦૦ની કિંમતની કાર સહિત કુલ રૂા.૩,૨૬,૦૦૦ના મુદ્દામાલ કબજ કરી ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application