જૂનાગઢ જીઆઈડીસીનાકાસ્ટિંગ કારખાનામાં આગ ફાટી નીકળી

  • May 18, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં જીઆઇડીસી ૨ વિસ્તારમાં ક્રિએટિવ કાસ્ટિંગ લિમિટેડમાં ગઈકાલે બપોરે આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્ળે પહોંચી હતી. બપોરે લાગેલી આગ  ૩૦,૦૦૦ લીટર પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ કાબુમાં લેવાય હતી. આગી  ભંગાર અને પુઠા બળી ગયા હતા. જોકે આગી કોઈ જાનહાનિ ન તા ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. 
ક્રિએટિવ કાસ્ટિંગ લિમિટેડમાં બપોરે ૧:૩૮ મિનિટે આગ લાગવા અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ડિવિઝનલ ફાયર ઓફિસર યકીન શિવાનીના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ફાયર ઓફિસર જાનીના નિદર્શન હેઠળ ફાયર શાખાના મિતુલ મહેતા, મુળુભાઈ ભારાઈ, પરસોતમભાઈ ચૌહાણ, નરેશભાઈ રાહુલભાઈ વાસણ, ફાયરમેન ધ્રુવ કનાડા ,યુસુફ ખાન, સહિતની ટીમ દ્વારા ત્રણ ગાડીનો ઉપયોગ કરી અંદાજિત ૩૦,૦૦૦ લીટર પાણીનો  મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું પરંતુ આગી ગોડાઉનમાં રહેલ પુઠા ભંગાર બળી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application