મોરબી પીપળિયા ચાર રસ્તા નજીક ફેકટરીમાં આગ લાગી

  • September 27, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ પોલીપેકે ફેકટરીમાં આગ લગતા મેજર ફાયર કોલ જાહેર કરાયો હતો. પ્રા વિગતો મુજબ માળીયા તાલુકા વિસ્તારમાં પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ રોયલ પોલીપેક ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનો કોલ આવતા મોરબી નગરપાલિકાની તમામ ફાયર ટીમને બનાવ સ્થળે દોડાવવામાં આવી હતી પરંતુ આગ વધુ વિકરાળ મેજર ફાયર કોલ જાહેર કરી જામનગર, કાલાવડ, રાજકોટ, હળવદ, માળીયા અને મોરબીના ૨ ફાયર બ્રિગ્રેડ વ્હીકલ મળી કુલ ૭ વ્હીકલ કામે લગાવવામાં આવ્યા હતા  વધુમાં કલેકટર અને પ્રાંત સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાએ બનાવ વિશે જણાવ્યું કે આગ બપોરે ૧૨:૩૦ આસપાસ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. વધુમાં તેઓએ ઉમેયુ કે મોરબી માટે નવું ફાયર સ્ટેશન મંજુર થઈ ગયું છે. જેનું સ્થળ પણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાસે જ રાખવામાં આવશે. જેથી આગના બનાવમાં ત્વરિત કાર્યવાહી થઈ શકે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application