એરપોર્ટ રોડ પરની હોટલ પેટ્રીયા સ્યૂટમાં આગ ભભૂકી: થોડી ક્ષણો થઈ નાસભાગ

  • February 16, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના એરપોર્ટ રોડ પર આવેલી હોટલ પેટ્રીયા સ્યૂટમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને લઈને થોડી ક્ષણો નાસભાગ થઈ પડી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ બે ફાયર ફાઈટર સાથે ધસી ગયો હતો અને બીજા મજલે લાગેલી આગ કાબુમાં લીધી હતી.

હોટલમાં આજે સવારે આગ લાગ્યાની ખબર પડતા કાલાવડ રોડ તથા રામાપીર ચોકડી ફાયર બ્રિગેડ સ્ટેશન પરથી સ્ટાફ સાથે બે ફાયર ફાઈટર ધસી ગયા હતા. આગ હોટલમાં બીજા મજલે લાગી હતી. તુરત જ પાણીમારો ચલાવીને થોડીવારમાં આગ કાબુમાં લેવામાં આવી હતી. આગને લઈને ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ આગ હોટલમાં બેડશીટ, વોશીંગ માટેના હોટલના અન્ય કપડાઓના સ્ટોકના સ્ટોર રૂમમાં ભભૂકી હતી. કપડા હોવાથી આગ જલ્દી પ્રસરવા લાગી હતી જોકે હોટલની ફાયર સિસ્ટમ એકવીટ કરીને આગ આગળ પ્રસરતી અટકાવવા પ્રયાસ કરાયા હતા. થોડીવારમાં ફાયર સ્ટાફ પહોંચી જતાં પાણીમારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો.
આગ તેમજ પાણીને લઈને અંદર રહેલા કપડાના જથ્થાને નુકસાન થયું તેમજ કબાટ તથા અન્ય ફર્નિચર પણ આગની લપેટમાં આવતા તેમજ પાણીને લઈને ખરાબ થયું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન લગાવ્યું હતું. જોકે એવી કોઈ મોટી ખાનાખરાબી કે નુકસાન ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application