રાજકોટની આજી નદીના પટમાં એક્સપાયરી ડેઇટ વિતાવી ચુકેલા નમકીન પેકેટ્સનો જથ્થો ફેંકનારને શોધીને રાજકોટ મહાનગરપાલિકાએ રૂ.૧૦,૦૦૦ના દંડની વસુલાત કરી હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ પર્યાવરણ એન્જીનિયર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની વચ્ચેથી પસાર થતી આજી નદીના રામનાથપરાના બેઠા પુલની બાજુમાં ડૉ.હેપી નમકીનના એક્સપાયરી ડેટવાળા નમકીન પેકેટ્સનો મોટો જથ્થો ફેંકવામાં આવ્યો હતો. દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એવું માલુમ પડ્યું હતું કે આ જથ્થાનું ઉત્પાદન ડૉ.હેપી નમકીન નામની લોધિકા તાલુકાના ખાંભા ગામએ આવેલ કંપની દ્વારા કરવામાં આવેલ હોય, તે કંપનીનો સંપર્ક કરતા તેમના ડીસ્ટ્રીબ્યુટર પાસેથી રૂ.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ આ એક્પાયરી ડેટવાળા નમકીનના જથ્થાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલના માર્ગર્શન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ચીફ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીની સુચના હેઠળ પૂર્વ ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર વી.આર. ચાવડા તથા વોર્ડ નં.૬ના સેનેટરી સબ ઇન્સ્પેકટર મહેશ ગાંગાણી દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech