ઝી એન્ટરટેઈનમેન્ટના ખાતામાં ૨,૦૦૦ કરોડથી વધુની નાણાકીય વિસંગતતા

  • February 21, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના બજાર નિયમનકાર, સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસના ખાતામાં ૨૪૧ મિલિયન ડોલર અથવા લગભગ પિયા ૨,૦૦૦ કરોડથી વધુની નાણાકીય વિસંગતતા શોધી કાઢી છેતેવો અહેવાલ બ્લૂમબર્ગે આપ્યો છે. સોની ગ્રૂપ કોર્પના ઈન્ડિયા એકમ સાથેના વિલીનીકરણની ડીલ રદ થવાના એક મહિનાની અંદર જ મુશ્કેલીમાં મુકાયેલી મીડિયા પેઢી માટે આ વધુ એક આંચકો છે.

ઝીના સ્થાપકો અંગેની તેની તપાસના ભાગપે, સેબીએ ખુલાસો કર્યેા છે કે કંપની પાસેથી અંદાજે રૂપિયા ૨,૦૦૦ કરોડ (૨૪૧ મિલિયન ડોલર) રીડાયરેકટ કરવામાં આવ્યા હશે. આ રકમ સેબીના તપાસકર્તાઓના પ્રારંભિક અંદાજ કરતાં લગભગ દસ ગણી વધારે છે.સેબીએ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસના સંસ્થાપક સુભાષ ચંદ્રા, તેમના પુત્ર પુનિત ગોએન્કા અને બોર્ડના કેટલાક સભ્યો સહિત વરિ અધિકારીઓને ખુલાસો આપવા માટે સમન્સ પાઠવ્યા છે. દરમિયાન, ઝીના પ્રવકતાએ ફડં ડાયવર્ઝન અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં બ્લૂમબર્ગને ઈમેલ દ્રારા જણાવ્યું હતું કે કંપની માર્કેટ રેગ્યુલેટરની ચાલી રહેલી તપાસમાં સક્રિયપણે સહકાર આપી રહી છે.

સેબીના આ તાજેતરના તારણો ઝીના સીઈઓ પુનિત ગોએન્કા માટે પડકારપ છે કારણ કે તેઓ સોની સાથે ૧૦ બિલિયન ડોલરની મર્જર યોજનાની સમાિ બાદ રોકાણકારોને વિશ્વાસ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવી એન્ટિટીના નેતૃત્વ અંગે લાંબા સમય સુધી મતભેદ વચ્ચે જાન્યુઆરીમાં બે વર્ષથી ચાલી રહેલી ઝી અને સોનીની મર્જર ડીલ અટકાવવામાં આવી હતી. ઝીએ ૩૧ માર્ચ સુધીના વર્ષના નફામાં ૯૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો અને ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ૫૮.૫ કરોડનો નફો નોંધાવ્યો હતો જે વિશ્લેષકોના અંદાજો મુજબ ઓછો છે.

મર્જરને પુન:જીવિત કરવાની શકયતા શોધવા માટે ઝી સોની સાથે ફરી ચર્ચા રહ્યું છે. જો કે, અહેવાલો અનુસાર બંને વચ્ચેના મતભેદો યથાવત છે. સોની, ગોએન્કાને મર્જ કરેલ એન્ટિટીનું નેતૃત્વ કરવા દેવા માગતું નથી અને ગોએન્કાએ સીઈઓ પદ માટે આગ્રહ રાખ્યો હતો, જે આખરે જાન્યુઆરીમાં ડીલની સમાિમાં પરિણમ્યો હતો.
સેબીએ ઓગસ્ટના એક આદેશમાં ઝીના સ્થાપકો ચંદ્રા અને ગોએન્કાને કોઈપણ લિસ્ટેડ ફર્મમાં એકિઝકયુટિવ અથવા ડિરેકટરના હોદ્દા રાખવા પર પ્રતિબધં મૂકયો હતો, તેમના હોદ્દાનો દુપયોગ અને વ્યકિતગત લાભ માટે ફડં ઉઘરાવવાનું કારણ આપ્યું હતું. ઝીએ આ આદેશની અપીલ કરી, ઓકટોબરમાં આંશિક રાહત મેળવી, ગોએન્કાને ચાલુ તપાસ દરમિયાન એકિઝકયુટિવ પદ સંભાળવાની મંજૂરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application