ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા જુના માઢીયા ગામે બે પરિવાર વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. બન્ને પરિવારના લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. વેળાવદર ભાલ પંથકના માઢીયા ગામે માતાજીના મંદિર પાસે બેસવાની અને ઉભા રહેવા જેવી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જે મામલે વેળાવદર ભાલ પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર બનાવની ભાવનગર જિલ્લાના ભાલ પંથક કહેવાતા વેળાવદર ભાલના માઢીયા ગામે રહેતા ભોળાભાઈ માધાભાઈ રાઠોડે વેળાવદર પોલીસ મથકમાં જુના માઢીયા ગામના જેન્તી નથુભાઈ ગોહિલ, ઈશ્વર જેન્તીભાઈ ગોહિલ, ગીટી હકાભાઈ ગોહિલ, ગુલા હકાભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખ્સોનો માતાજીનો મઢ તેના ઘર સામે આવેલ હોય જેથી અવાર નવાર મઢ પાસે આવી બેસતા હોય અને જેને લઈ ઝઘડા થતા હોય જેથી ગામના આગેવાન અને સરપંચ સમાધાન કરવા માટે ભેગા કર્યા હતા. સમાધાન થઈ ગયા બાદ તેઓ ઘરે પહોંચતા ઉક્ત તમામે હથીયારો સાથે આવી તેને પડખામાં છરીનો ઘા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. ઉક્ત ફરીયાદ અનુસંધાને પોલીસે આઈપીસી. ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે આ બનાવ મામલે સામા પક્ષે વેળાવદર ભાલ પંથકના માઢીયા ગામે રહેતા જેન્તીભાઈ નથુભાઈ ગોહિલે વેળાવદર પોલીસ મથકમાં ભોળા માધાભાઈ રાઠોડ, ગોવિંદ માધાભાઈ રાઠોડ (રે. જુના માઢીયા) સામે ફરીયાદ નોંધાવી હતી કે, ઉક્ત શખ્સોનું ઘર તેઓના માતાજીના મઢ સામે હોય અને મઢ પાસે ઉભા રહેવા બાબતે વાંરવાર ઝઘડા થતા હોય જેથી ગામના આગેવાન અને સરપંચએ આ બાબતે સમાધાન કરવા માટે ભેગા કર્યા હતા. અને સમાધાન થઈ ગયેલ બાદમાં મઢની બહાર ઉભા હતા. ત્યારે શખ્સોએ અપશબ્દો આપી માથાના ભાગે લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઉક્ત બનાવ સંદર્ભે પોલીસે આઈપીસી. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન...Live
May 12, 2025 07:23 PMધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech