ગારિયાધારમાં મોરબા ગામે સર્જાઈ મારામારી

  • March 23, 2024 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મોરબા ગામે મારામારીની ઘટના બની હતી. મોરબા ગામે કોઈ કારણોસર જૂથ અથડામણ સર્જાતા એક મહિલા, યુવતી અને યુવાન સહીત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગારિયાધાર તાલુકાના મોરબા ગામમાં બે પક્ષો વચ્ચે થયો જૂથ અથડામણ સર્જાઈ હતી. ઘર કંકાસને લઇને સર્જાયેલી મારામારી કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાતા પુષ્પાબેન ભાવેશભાઈ કંટારીય, પિયુષભાઈ ભાવેશભાઈ કંટારીયા અને ભૂમિકાબેન ભાવેશભાઈ કંટારીયા નામના ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ ગારિયાધાર અને ત્યાર બાદ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સર ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી ગારિયાધાર પોલીસને જાણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application