બે જાની દુશ્મન વચ્ચે આજે જોરદાર ટક્કર

  • July 19, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયા કપના યુદ્ધ મેદાનમાં ભારત અને પાકિસ્તાન લડશે નિર્ણાયક બાજી




ઇમર્જિંગ એશિયા કપની લીગ મેચમાં જ્યારે તેમની 'A' ટીમો સામસામે ટકરાશે ત્યારે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ક્રિકેટની દુનિયા માં પોતાનું સ્થાન વધુ મજબુત કરવા દાવેદારી કરશે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી મેચનું બપોરે 2 વાગ્યાથી સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ અધિકારો ફેન કોડ એપ પાસે છે.



ટૂર્નામેન્ટની વાત કરીએ તો, ભારતે તેની અગાઉની બંને મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યારે પાકિસ્તાન પણ બે જીત સાથે અંતિમ ચારમાં પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, આ મેચના પરિણામ પર વધુ અસર નહીં થાય, પરંતુ રમત ચાહકોના દૃષ્ટિકોણથી આ મેચના મહત્વને સમજીને, બંને ટીમો જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.


બંને દેશોની 'A' ટીમો વચ્ચે છેલ્લી મુકાબલો વર્ષ 2006માં થયો હતો જ્યારે ભારત 130 રનથી જીત્યું હતું. તે મેચમાં રોબિન ઉથપ્પા, ગૌતમ ગંભીર, શિખર ધવન, રોહિત શર્મા, આરપી સિંહ, પીયૂષ ચાવલા જેવા ક્રિકેટરો રમ્યા હતા. કપ્તાની વેણુગોપાલ રાવે કરી હતી. જ્યારે પાકિસ્તાની ટીમમાં મોહમ્મદ હાફીઝ, કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક જેવા ખેલાડીઓ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application