હિટલર જ્યારે આપણે આ નામ સાંભળીએ, ત્યારે આપણને એક ક્રૂર ચહેરો દેખાય છે જેણે માત્ર યહૂદીઓનો જ નરસંહાર કર્યો એટલું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને બીજા વિશ્વ યુદ્ધની આગમાં ફેંકી દીધું. આજે પણ જો હિટલરની વાત કરીએ તો તેને માનવતાના સૌથી મોટા ખૂની અને યહૂદીઓના સૌથી મોટા વિનાશક તરીકે યાદ કરવામાં આવે છે.
હિટલરની ક્રૂરતા વિશે વાત કરી છે, પરંતુ શું જાણો છો કે દુનિયામાં એવી વ્યક્તિ કોણ હતી જેનાથી હિટલર પણ ડરતો હતો? જાણો એ વ્યક્તિ વિશે જેણે દુનિયાના સૌથી ક્રૂર સરમુખત્યારને પણ ડરાવ્યો હતો.
એક છોકરી જેણે સમગ્ર જર્મન સેનાને પરેશાન કરી હતી
એક પગ પર ચાલતી આ મહિલા જાસૂસે સમગ્ર જર્મન શાસનને બંને પગે ચાલતું રાખ્યું. આ છોકરીનું નામ વર્જીનિયા હોલ હતું. એક તરફ જ્યારે નાઝીઓ તેમના દુશ્મનો અને તેમના લડવૈયાઓ સાથે જાસૂસોને મારી રહ્યા હતા, તો બીજી તરફ એક વિદેશી જાસૂસ હતી. જે ફ્રાન્સમાં નાઝીઓ દ્વારા ચલાવવામાં આવતા તમામ મિશનને નિષ્ફળ કરી રહી હતી અને તેમની માહિતી પહેલેથી જ લીક કરી રહ્યો હતો. આ મહિલા ડિટેક્ટીવનું નામ વર્જીનિયા હોલ હતું પરંતુ નાઝી જર્મનો માટે તેનું એક જ નામ હતું અને તે હતું ધ લિમ્પિંગ લેડી એટલે કે નાઝીઓનો ડર!
એક પગ હતો પરંતુ નાઝીઓને બંને પગ પર દોડાવ્યા
વર્જિનિયા હોલનો એક કૃત્રિમ પગ હતો, જે તેણે અકસ્માત પછી ફીટ કર્યો હતો, જેના કારણે તે ચાલતી વખતે થોડી લંગડાતી હતી. હોલ લાકડાના બનેલા પગનો ઉપયોગ કરતી હતી. હોલનું સ્વપ્ન ડીપ્લોમેટ બનવાનું હતું. જેના માટે તેણે અમેરિકામાં અરજી પણ કરી હતી પરંતુ વિકલાંગતાના કારણે તે આ સપનું પૂરું કરી શકી નહીં. ફ્રાન્સમાં ભણવા આવેલી હોલને ફ્રાન્સ પ્રત્યે એટલો પ્રેમ હતો કે બીજા યુદ્ધ દરમિયાન જ્યારે જર્મનીએ ફ્રાંસ પર કબજો કર્યો ત્યારે તેણે લોકોને મદદ કરવા માટે એમ્બ્યુલન્સ ચલાવવાનું પણ શીખી લીધું.
બે ગુપ્તચર એજન્સીઓમાં કામ કર્યું
વર્જિનિયા હોલે બ્રિટનની ગુપ્ત સેવા, સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (SOE) અને બાદમાં યુએસ ઓફિસ ઑફ સ્ટ્રેટેજિક સર્વિસિસ (OSS) માટે કામ કર્યું હતું. વર્જિનિયા હોલની જાસૂસી એટલી ખતરનાક હતી કે જર્મન ગેસ્ટાપોએ તેને પકડવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે ક્યારેય સફળ ન થયા. હોલે તેની કારકિર્દીની શરૂઆત SOE જાસૂસ તરીકે પેરિસ, ફ્રાન્સમાં કરી હતી, જ્યાં તેણે પત્રકાર તરીકે તેની સેવા ચાલુ રાખી હતી. જર્મનીમાં હોલનો ડર એવો હતો કે તેઓએ આખા ફ્રાન્સમાં તેના પોસ્ટરો લગાવ્યા અને લખ્યું, "સૌથી ખતરનાક જાસૂસ" જેને પકડીને મારી નાખવાની છે.
રૂપ બદલવામાં નિષ્ણાત
હોલ રૂપ બદલવામાં ખૂબ જ માહિર હતી, ક્યાંક એવો ઉલ્લેખ છે કે હોલ દિવસમાં ચાર વખત રૂપ બદલતી હતીહ, સૌથી મહત્વની વાત એ હતી કે આ ચારેય નામના અલગ અલગ કોડ નેમ હતા. હોલએ જર્મનોને ધિક્કારતા ફ્રેન્ચ છોકરાઓને ભેગા કર્યા અને ફ્રાન્સમાં રહેતા નાઝી જર્મનો સામે મોરચો ઉપાડ્યો. બીજા વિશ્વયુદ્ધના અંત પછી, હોલને વિશિષ્ટ સેવા ક્રોસ એનાયત કરવામાં આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech