જો હિંમત અને આત્મવિશ્વાસ હોય તો કેન્સર જેવી બીમારી પણ નુકસાન પહોંચાડી શકતી નથી. ક્રોએશિયાની ૪૯ વર્ષીય બીટા હલાસી પણ આવા જ એક બહાદુર વાઈરોલોજિસ્ટ છે, જેમણે પોતાની લેબમાં તૈયાર કરાયેલા વાઈરસનું ઈન્જેકશન આપીને કેન્સરનો ઈલાજ કર્યેા હતો. તેઓ છેલ્લા ચાર વર્ષથી કેન્સર મુકત છે. આ પ્રયોગ બાદ બ્રેસ્ટ કેન્સરને રોગ પેદા કરતા વાયરસથી બચાવવાની દિશામાં નવી આશા જાગી છે. પોતાના પર વાયરસનો સીધો પ્રયોગ કરીને હલાસી આવા જોખમી પ્રયોગો કરનારા વૈજ્ઞાનિકોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. જો કે, ત્રીજા તબક્કાના સ્તન કેન્સરથી પીડિત હોવા છતાં, તેણીના જોખમી પરીક્ષણે નૈતિકતા પર પણ ચર્ચા જગાવી છે.
ક્રોએશિયાની યુનિવર્સિટી ઓફ ઝાગ્રેબના વાઈરોલોજિસ્ટ હલાસીને સ્તન કેન્સર હોવાનું નિદાન થયા પછી તેણીના ડાબા સ્તનને કાઢી નાખવામાં આવ્યા હતા, પરંતુ ૨૦૨૦ માં તે જ જગ્યાએ ફરીથી કેન્સર વિકસિત થયું હતું. ત્યારે હાલાસીએ નક્કી કયુ કે તે કીમોથેરાપી દ્રારા સારવાર નહીં લે અને પોતે અભ્યાસ કરીને સારવાર કરશે. પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ હલાસીએ ઓન્કોલિટીક વાયરસ થેરાપીની મદદથી તેના ત્રીજા તબક્કાના સ્તન કેન્સરની સારવાર કરી હતી.
ઓવીટી થેરાપી કેન્સરના કોષોને નષ્ટ કરવા અને રોગપ્રતિકારક શકિતને મજબૂત કરવા માટે વાયરસનો ઉપયોગ કરે છે. ઓવીટીના અત્યાર સુધીના મોટાભાગના કિલનિકલ ટ્રાયલ લેટ સ્ટેજના કેન્સરના દર્દીઓ પર હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષેામાં આ ટ્રાયલ્સ પ્રારંભિક તબક્કાના કેન્સરના દર્દીઓ પર પણ હાથ ધરવામાં આવી છે. હલાસીએ ટુમરમાં સીધા જ વાયરસનું ઇન્જેકશન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન કેન્સર નિષ્ણાતોએ તેમની દેખરેખ રાખી હતી જેથી તેમની સ્થિતિ વધુ ખરાબ થાય તો સારવાર બધં કરી શકાય. જો કે, સારવાર દરમિયાન કોઈ ગંભીર આડઅસર જોવા મળી ન હતી અને ગાંઠનું કદ નોંધપાત્ર રીતે ઘટું હતું. તેને છાતીના સ્નાયુઓ અને ચામડીથી પણ અલગ કરવામાં આવ્યું હતું, જેનાથી તેને શક્રક્રિયા દ્રારા સરળતાથી દૂર કરી શકાય છે.
હલાસીએ તેના કેન્સરના ઈલાજ માટે બે પ્રકારના વાયરસનો ઉપયોગ કર્યેા, એક ઓરીનો વાયરસ અને બીજો વેસીકયુલર સ્ટેમેટીટીસ વાયરસ. આ બંને વાયરસ કોષોને ચેપ લગાડે છે જે તેમની ગાંઠ બનાવે છે અને તેનો ઉપયોગ કેન્સરની સારવારમાં પહેલાથી જ થઈ ચૂકયો છે. ખાસ કરીને સ્તન કેન્સર માટે ઓરીના વાયરસનો ઉપયોગ પહેલા પણ થતો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech