અટાકામા ખાડીની ઉડાઈએ જોવા મળ્યું એલિયન જેવું ઝડપી ગતિશીલ પ્રાણી

  • December 16, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકા અને ચિલીના વૈજ્ઞાનિકોએ ચિલીના અટાકામા ખાડીમાં ઝડપથી આગળ વધતા એલિયન જેવો શિકારી શોધી કાઢો છે. તેનું નામ 'ડલસિબેલા કમાંચકા' રાખવામાં આવ્યું હતું. તે ઝીંગા જેવા ઉભયજીવી છે જે દરિયાઈ અથવા તાજા પાણીના રહેઠાણોમાં કાટમાળ ખાય છે. પશ્ચિમ દક્ષિણ અમેરિકાની ભાષામાં 'કમાંચકા' શબ્દ અંધકાર માટે વપરાય છે. આ નામ અંધકારની ઐંડાઈને પ્રતિબિંબિત કરવા માટે પસદં કરવામાં આવ્યું હતું જેમાં તે જીવ ફરે છે. જર્નલ આફ સિસ્ટમેટિકસ એન્ડ બાયોડાયવર્સિટીમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, મહાસાગરોની ખાડીઓ રહસ્યથી ઘેરાયેલી છે. ૧૧ કિમી ઐંડે સુધીની આ ખાડીઓમાં એક અલગ જ દુનિયા છે. અહીં પ્રત્યેક ચોરસ ઈંચ પર ૭,૨૫૭ કિલોનું દબાણ છે. આ સંજોગોમાં પણ જીવન ખીલે છે.
સંશોધકોનું કહેવું છે કે 'ડલસિબેલા કમાંચકા' આટલી ઐંડાઈએ જોવા મળતો પહેલો મોટો સક્રિય શિકારી ઉભયજીવી છે. આ શોધ દર્શાવે છે કે દરિયાઈ અંડરવલ્ર્ડ વિશે આપણે કેટલું ઓછું જાણીએ છીએ. પૃથ્વી પર આવા દુર્ગમ સ્થળો પર સંશોધન યુરોપા જેવા સમુદ્રી ચદ્રં પર એલિયન જીવનની શોધમાં મદદ કરી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application