મોટી માટલીમાં ખેડૂત પર હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા

  • June 25, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેવાઈ અને તેના બે સાગરીતો સામે ફરિયાદ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામમાં રહેતા ખેડૂત બુઝુર્ગ ઉપર તેમના જ વેવાઈ અને તેના બે સાગરીતો એ લાકડા ના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


આ હુમલા ના બનાવની વિગત એવી છે કે કાલાવડ નજીક મોટી માટલી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજેન્દ્રભાઈ કમાભાઈ ગગુડીયા નામના ૬૪ વર્ષના વૃદ્ધ ખેડૂતે પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી, ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ વેવાઈ ગોવિંદભાઈ ભીખાભાઈ મકવાણા અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રાજેન્દ્રભાઈ ની પુત્રી ના લગ્ન આરોપી ગોવિંદભાઈ ના પુત્ર મુકેશ સાથે થયા હતા. પરંતુ તેમાં છૂટાછેડા થઈ જતાં તે વાતનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application