ખોડિયાર નગરમાં ૧૦ વર્ષથી ચાલે છે નકલી સ્કૂલ: મુખ્યમંત્રી સુધી ફરિયાદ

  • September 20, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં જાણે નકલી સ્કૂલોનું રાફડો ફાટો હોય તેમ અગાઉ પીપળીયા પાસેથી ગૌરી સ્કૂલ ઝડપાયા બાદ રાજકોટમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાની રજૂઆત જાગૃત નાગરિકો દ્રારા કલેકટરથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ નજીક પીપળીયા પાસેથી ગૌરી સ્કૂલ ઝડપાયા બાદ હજુ સુધી તેમાં કોઈ ઠોસ કાર્યવાહી શ થઈ નથી તે દરમિયાન એસટી વર્કશોપ પાસે ખોડિયાર નગર ૧૨ માં વિધાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરતી વધુ એક સ્કૂલ મંજૂરી વગર ધમધમતી હોવાનો ધડાફોડ થયો છે. જાગૃત નાગરિકોએ કરેલી રજૂઆતમાં એવી વિગતો સામે આવી છે કે, ખોડીયાર નગર એસટી વર્કશોપની બાજુમાં આવી નકલી સ્કૂલ ચાલી રહી છે જેમાં ધોરણ એક થી આઠ ના એક એક વર્ગની મંજૂરી મળી છે યારે આ શાળામાં ધોરણ ૯ અને ધોરણ ૧૦ ની મંજૂરી નથી તેમ છતાં દસ વરસથી ધોરણ નવ અને ૧૦ ના વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.
આ વિસ્તારના લોકોએ એવી પણ રજૂઆત કરી હતી કે આ સ્કૂલમાં ધોરણ નવ અને ૧૦ ના વિધાર્થીઓના નામ અન્ય સ્કૂલમાં લખાવામાં આવ્યા છે. તેમાં ધોરણ ૧૦ પાસ કર્યા બાદ સરસ્વતી શાળા– કોઠારીયા રોડ, સિંધી સ્કૂલ– પરસાણા નગર અને પ્રકાશ વિધાલય–મવડી વગેરે ગ્રાન્ટેડ શાળાઓના એલસી આપવામાં આવે છે. અનેક વિધાર્થીઓને વાલીઓ પાસેથી આ શાળાઓના આધાર પુરાવા હોવાનું સામે આવ્યું છે. વિસ્તારના જાગૃત નાગરિકોએ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ ૧ શાળામાં તપાસ કરવામાં આવે અને વિધાર્થીઓનું ભવિષ્યના બગડે તે માટે શૈક્ષણિક વિભાગ દ્રારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. ધોરણ નવ અને ધોરણ ૧૦ માં આશરે ૧૫૦ જેટલા વિધાર્થીઓ અન્ય શાળાના નામ ચલાવીને ભણાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત એક થી આઠમાં પણ ઓછી મંજૂરી હોવા છતાં પણ આશરે ૧૦૦૦ થી વધારે વિધાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. તત્રં દ્રારા દસ વર્ષમાં કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા આ શાળા ના સંચાલકો દ્રારા બે રોકટોકપણે શહેરના અનેક વિસ્તારોમાં આ સ્કૂલના હોડિગ પણ લગાવવામાં આવ્યા છે. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ જાગૃત નાગરિકોની થયેલી રજૂઆતના સંદર્ભે જણાવ્યું હતું કે આ સ્ફુલ સામે તપાસના આદેશ આપ્યા છે. યારે આ બાબતે સ્કૂલના સંચાલકે આ બાબતે જણાવ્યું હતું કે, અહીં અમારે ધોરણ ૧ થી ૮ ના વર્ગેા ચાલે છે, ધોરણ નવ અને દસ માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી હતી. આથી અમે બોર્ડ જાહેરાત માટે મૂકયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application