૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં મેળો યોજાશે

  • August 30, 2024 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


   આગામી તારીખ ૨ જી સપ્ટેમ્બર-૨૦૨૪નાં રોજ ભાવનગર તાલુકાનાં કોળીયાક ગામે નિષ્કલંક મહાદેવ ખાતે યોજાનાર ભાદરવી અમાસનાં મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરીને જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ મેળાને અનુલક્ષી ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ લોક મેળાને અનુલક્ષી ભાવનગર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. 
  આ લોકમેળો સુખરૂપ રીતે સંપન્ન થાય તેમજ મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગાલાઓ લેવામાં આવી રહ્યાં છે.
  આ મેળા માટે ફાયર ફાઇટરની વ્યવસ્થા, મેળાનાં સ્થળે મોબાઇલ ટોઇલેટ, જરૂરી પાર્કિંગની વ્યવસ્થા, રેસ્ક્યુ ટીમની તૈનાતી, સતત પેટ્રોલીંગ, જરૂરી બેરીકેડિંગ, એસ.ટી. બસ, લાઇટ તથા માઇકની વ્યવસ્થા, બચાવ કામગીરી માટે બોટની વ્યવસ્થા, મેડિકલ ટીમ સહિતની તમામ વ્યવસ્થાઓ સુસજ્જ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોનાં અધિકારીઓને મેળા દરમ્યાન જવાબદારીઓ સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application